તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિકાહ બાદ પુત્ર પ્રાપ્તિ માટે અત્યાચાર:સાસુ-સસરાનો પરણિતાને ત્રાસ, 'તું માત્ર છોકરીઓ જ પેદા કરી શકે છે, તારી કુખમાં છોકરાઓ છે જ નહીં', પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ અને સાસુ-સસરા પરિણીતા અને તેની સગીર દીકરીઓને પણ માર મારતા હતા

'તું માત્ર છોકરીઓ જ પેદા કરી શકે છે, તારી કુખમાં છોકરાઓ છે જ નહીં', તેમ જણાવી પરિણીતાને પતિ તેમજ સાસુ-સસરા ત્રાસ આપતા હતા. પતિ અને સાસુ-સસરાએ પરિણીતાની સાથે તેની સગીર દીકરીઓને પણ મારવાનું શરૂ કરતા આખરે પરિણીતાએ પોલીસ મથકમાં પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

નિકાહ પછી સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું
વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં તસ્લીમબાનુ(નામ બદલ્યું છે)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તસ્લીમબાનુના નિકાહ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મકાન નં-6, સરદારનગર, પન્નાલાલની ચાલીમાં રહેતા દિલીપ ફતેગસિંહ પરમાર સાથે થયું હતું. દીકરીનું લગ્ન જીવન સુખમય પસાર થાય તે માટે પિતાએ દીકરીના નિકાહ સમયે સોના-ચાંદીના દાગીના સહિત વિવિધ ચીજવસ્તુઓ આપી હતી. લગ્ન બાદ તસ્લીમબાનુએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીને જન્મ આપ્યા બાદ પતિ દિલીપ તેમજ સાસુ રાજુલબહેન અને સસરા ફતેસિંહે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. દીકરીને જન્મ આપવા બાબતે મહેણાં ટોણાં મારવા ઉપરાંત ઘરકામ આપવા બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ, પોતાની અને દીકરીની જિંદગી ખરાબ ન થાય તે માટે તસ્લીમાબાનું મુંગા મોંઢે ત્રાસ સહન કરતી હતી.

બીજી વખત પણ દીકરીને જન્મ આપતા સાસરીયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિ અને સાસુ-સસરા દ્વારા અપાતા ત્રાસ અંગે જાણ કરતા માતા-પિતા સાસરીમાં આવ્યા હતા અને પતિ તથા સાસુ-સસરાને મળીને સમાધાન કરાવ્યું હતું, પરંતુ, આ સમાધાન થોડા સમય માટે જ રહ્યું હતું. પુનઃ પતિ અને સાસુ-સસરા દ્વારા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દરમિયાન તસ્લીમાબાનું પુનઃ ગર્ભવતી બની હતી. અને બીજી વખત પણ દીકરીને જન્મ આપ્યો હતો. બીજી વખત પણ દીકરીને જન્મ આપતા પતિ અને સાસુ-સસરાએ વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

મકાન બનાવવા માટે રૂપિયા 5 લાખ લાવવા માટે દબાણ શરૂ કર્યું
ફરિયાદમાં તસ્લીમાબાનુએ આક્ષેપ કર્યો છે કે, પતિ તથા સાસુ-સસરા જણાવતા હતા કે, તું માત્ર છોકરીઓ જ પેદા કરી શકે છે, તારી કુખમાં છોકરાઓ જ નથી. તેમ જણાવી મારઝૂડ શરૂ કરી હતી. આ ઉપરાંત 15 અને 17 વર્ષની સગીર છોકરીઓને જણાવતા હતા કે, તારી માં ખોડ પગલી છે. તેમ જણાવી તેઓને પણ મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. આ અંગે કુટુંબીજનોને ફરિયાદ કરતા તેઓએ પતિ અને સાસુ-સસરાને સમજાવ્યા હતા, ત્યાર બાદ ત્રીજી વખત પુત્રને જન્મ આપતા તેઓ ખુશ થઇ ગયા હતા, પરંતુ, ત્રાસ આપવાનું બંધ કર્યું ન હતું. અને પિયરમાંથી રૂપિયા 2 લાખ લઇ આવવા માટે દબાણ શરૂ કર્યું હતું. ત્યાર બાદ મકાન બનાવવા માટે રૂપિયા 5 લાખ લાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. પતિ અને સાસુ-સસરાની પિયરમાંથી રૂપિયા લાવવાની ઇચ્છા પૂરી ન કરતા ઘરમાંથી કાઢી મૂકવાની અને તલ્લાક આપી દેવાની ધમકી આપી હતી.

ત્રણેય સંતાનો સાથે પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
ત્રણ સંતાનોની માતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ દિલીપ અને સસરા ફતેસિંહ પરમાર જુગાર અને આંકડાનો જુગાર રમતા હતા. પતિ જુગાર રમવા માટે અવાર-નવાર ત્રાસ આપતા હતા. દીકરીઓને લોકોના ઘરે કામ કરીને પૈસા લાવવા માટે દબાણ કરતા હતા. ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, પતિ દિલીપ કુટુંબીજનોના ઘરેથી જુઠ્ઠુ બોલીને રૂપિયા લઇ આવતા હતા અને લોકો ઉઘરાણી કરવા માટે આવતા હતા, ત્યારે પિયરમાંથી નાણાં લઇને આવવા માટે જણાવી ત્રાસ આપતા હતા. તેઓની પિયરમાંથી નાણાં લાવવાની માંગણી ન સંતોષાતા તેઓએ ત્રણેય સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. હાલ પિયરમાં માતા-પિતા સાથે રહું છું.

પતિ અને સાસુ-સસરા સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી
પરિણીતાએ વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલ મકાન નંબર- 6, સરદાર નગર, પન્નાલાલની ચાલીમાં રહેતા પતિ દિલીપ પરમાર, સસરા ફતેસિંહ સરદારસિંહ પરમાર અને સાસુ રાજુબહેન પરમાર સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો