તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Complaint Of Wife Against In laws Including Husband Saying 'I Don't Want Children Happiness, I Have Brought You To Serve My Parents By Getting Married'

દહેજ માટે અત્યાચાર:'મારે સંતાન સુખ જોઇતું નથી, તને માતા-પિતાની સેવા કરવા લગ્ન કરીને લાવ્યો છું' તેમ કહેતા પતિ સહિત સાસરીયા સામે પરિણીતાની ફરિયાદ

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પતિ સહિત સાસરિયા વિરૂદ્ધ પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
પતિ સહિત સાસરિયા વિરૂદ્ધ પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)
  • ઘરના કામકાજ માટે તારી સાથે લગ્ન કર્યાં છે તેમ કહીને પતિએ માર મારીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

વડોદરામાં વેપાર શરૂ કરવા પિયરમાંથી 10 લાખ રૂપિયા લાવવા માટે અત્યાચાર ગુજારનાર પતિ સહિત સાસરિયા વિરૂદ્ધ પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ કહે છે કે, મારે સંતાન સુખ જોઇતું નથી, તને મારા માતા પિતાની સેવા કરવા માટે લગ્ન કરીને લાવ્યો છું.

દહેજ ભુખ્યા સાસરીયાએ દહેજ લાવવા ત્રાસ આપવાનું શરૂ કર્યું
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા શિતલબહેન(નામ બદલ્યું છે)ના લગ્ન ફેબ્રુઆરી વર્ષ-2021 ઉમેશ ઈન્દ્રકુમાર રામચંદાની(રહે, ઇન્દ્રલોક સોસાયટી, વારસિયા, વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના દિવસો સુખમય પસાર થયું હતું. બાદમાં દહેજ ભુખ્યા સાસરીયાએ પિયરમાંથી દહેજ લાવવા માટે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

ઘરના કામકાજ માટે તારી સાથે લગ્ન કર્યાં છે તેમ કહીને પતિએ માર મારીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકી(પ્રતિકાત્મક તસવીર)
ઘરના કામકાજ માટે તારી સાથે લગ્ન કર્યાં છે તેમ કહીને પતિએ માર મારીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકી(પ્રતિકાત્મક તસવીર)

પતિને દારૂ પીવાની લત હોવાથી ઝઘડો કરીને ત્રાસ આપતો હતો
શિતલબહેને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિને દારૂ પીવાની લત હોવાથી અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. પતિ સહિત સાસુ સસરા પણ દહેજ મામલે મેણા મારી નવો વેપાર શરૂ કરવા પિયરમાંથી રૂપિયા 10 લાખ લાવવા માટે દબાણ કરે છે.

ઘરના કામકાજ માટે તારી સાથે લગ્ન કર્યાં છે
એપ્રિલ માસ દરમિયાન પતિએ જણાવ્યું હતું કે, મને બાળક જોઈતું નથી તું માત્ર મા-બાપની સેવા ચાકરી કર. ઘરના કામકાજ માટે તારી સાથે લગ્ન કર્યાં છે. તેમ કહી મને માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી.

મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર)
મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર)

પરિણીતાએ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી
પતિ સહિત સાસરિયાએ ત્રાસ આપવાની હદ વટાવી દેતા આખરે શીતલબેને પતિ, સાસુ-સસરા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...