ક્રાઇમ:હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ અભદ્ર ઓડિયો ક્લિપ મૂક્યાની ફરિયાદ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સગીર સહિત ચાર સામે ફરિયાદ : એકની ધરપકડ

ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી દેવતા વિરુદ્ધ અભદ્ર ભાષાની ઓડિયો ક્લિપ મૂકવાની ઘટનામાં ફરિયાદ નોંધાતા મકરપુરા પોલીસે કરજણમાં રહેતા લઘુમતી કોમના કિશોર વયના આરોપી સહિત બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી એકની ધરપકડ કરી છે. મકરપુરા પોલીસના જણાવ્યા અનુસાર તરસાલી ગામમાં રહેતા સંજયભાઈ અરવિંદભાઈ ઠાકોરની ફરિયાદ અનુસાર કરજણમાં રહેતો લઘુમતી કોમનો કિશોર વય ધરાવતા આરોપીએ તેના ઇન્સ્ટાગ્રામ ઇકોઉન્ટ પરથી તેના મિત્ર હર્ષ સોલંકીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વોઇસ રેકોર્ડિંગમાં સોલંકી પરિવારને સંબોધીને ગાળો ભાંડવામાં આવી હતી.

આ ઉપરાંત હિન્દુ દેવી-દેવતા પ્રત્યે અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. જ્યારે કરજણમાં જ રહેતો બીજો આરોપી રવિ ઓડે પણ ફોન કરી ગાળો આપી હતી. આ ઘટના અંગે સંજય ઠાકોરે બંને આરોપી વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી હતી, પોલીસે રવિ ઓડની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...