તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:જેલમાં કેદીએ છુપાવી રાખેલી ધારદાર પટ્ટી મળતાં ફરિયાદ

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાજેતરમાં જેલમાં અજ્જુ કાણિયાની પટ્ટી વડે હત્યા કરાઇ હતી
 • કેદી કોઈ ગંભીર ઘટનાને અંજામ આપવાનો હતો?

મધ્યસ્થ જેલમાં કેદી પાસેથી ધારદાર પટ્ટી મળતાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. કેદીએ ધારદાર પટ્ટી કેમ સંતા૰ડી રાખી હતી તે અંગેનું કારણ પોલીસ શોધી શકી નથી. ઉલ્લેખનિય છે કે, વડોદરા મધ્યસ્થ જેલમાં અજ્જુ કાણિયાની ધારદાર પટ્ટી વડે જ હત્યા કરાઇ હતી ત્યારે કેદી કોઈ ગંભીર ઘટનાને અંજામ આપવાનું વિચારી રહ્યો હતો કે કેમ તે અંગે સવાલ ઉદભવ્યો છે.

મધ્યસ્થ જેલના ડ્યૂટી જેલર ભરત રાઠવાની ફરિયાદ અનુસાર, 16 નવેમ્બર, 2020ના રોજ જેલબંધી સમયે યાર્ડ નંબર 12ના સેલ નંબર 5માં પાસા હેઠળ સજા ભોગવતો ભરત ઉર્ફે સ્કાય ગૌતમ સોલંકીએ મચ્છરજાળીના દરવાજાની પટ્ટી તોડ્યા બાદ તેને ઘસીને બાથરૂમમાં સંતાડી દીધી હતી. જેની જાણ થતાં જેલ સ્ટાફ દ્વારા સેલ નંબર 5માં તપાસ કરતાં લોખંડની પટ્ટી મળી આવી હતી. રાવપુરા પોલીસે જણાવ્યું હતું કે, કેદીએ કયા કારણોસર પટ્ટી સંતાડી રાખી હતી, તે જાણવા મળ્યું નથી. હાલ જેલની મિલકતને નુકસાન પહોંચાડવા બદલ તેમજ પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ કેદી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો