લૂણા ગામના પરિવારની સાડા ત્રણ વર્ષની મૂકબધિર બાળકીને માતા-પિતાએ સ્પીકિંગ ક્લાસ માટે નવાયાર્ડની પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતા શિક્ષક પાસે મૂક્યા બાદ શિક્ષકે બાળકીને લાકડી વડે ઢોર માર મારતા બાળકીના પિતાએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.
લૂણા ગામમાં રહેતા ભરત સોલંકી નામના યુવકે પોલીસમાં નવાયાર્ડ ની પાશ્વનાથ સોસાયટીમાં રહેતા એમ એસ પટેલ નામના શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની સાડા ત્રણ વર્ષની બાળકી નાની હતી ત્યારે ખેંચ આવતા તે બોલી કે સાંભળી શકતી નથી તેને પાશ્વનાથ સોસાયટીમાં રહેતા એમ.એસ.પટેલ ના સ્પીકિંગ ક્લાસમાં તેમણે મૂકી હતી સોમવારે સવારે તે પત્નીને લઈને બાળકીને એમ.એસ.પટેલ ને ત્યાં મૂકવા આવ્યા હતા અને ત્યાર બાદ તેઓ ઓફિસે ગયા હતા સવારે 9 વાગ્યે બાળકી ક્લાસમાં ગયા બાદ 10:30 વાગ્યે બાળકી છૂટતા તેની માતા તેને લઈને માંજલપુરમાં ગઈ હતી .
ત્યારબાદ બાળકી રડવા લાગતા માતાએ ચેક કરતા તેના શરીર પર લાકડીથી માર મારવાના લિસોટા જોવા મળ્યા હતા. જાણ કરતા પિતા ભરત સોલંકી વડોદરા દોડી આવી એમ એસ પટેલને મળવા પહોંચ્યા હતા જ્યાં એમએસ પટેલે જણાવ્યું હતું કે તમારી બાળકી એ મારા હાથના અંગૂઠા પર બચકું ભર્યું હતું જેથી મેં તેને લાકડીથી માર માર્યો છે એમ એસ પટેલ એ પરિવારને ધમકી પણ આપી હતી કે તમે અહીંથી જતા રહો મારી સાથે કોઈ પણ પ્રકારની મગજમારી કરવાની નહીં. જેથી બાળકીના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ફરીયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.