તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:આણંદમાં પિતા પાસેથી રૂ.60 હજાર લઇને દીકરીનું લગ્ન કરાવવાને બદલે ભત્રીજીનું લગ્ન કરાવી દેનાર ટોળકી સામે ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચાણોદ પોલીસ સ્ટેશન(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ચાણોદ પોલીસ સ્ટેશન(ફાઈલ તસવીર)
 • ચાણોદ પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે ટોળકી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

60 હજાર રૂપિયા લીધા બાદ દીકરીનું લગ્ન કરાવવાને બદલે ભત્રીજીનું લગ્ન કરાવી દેનાર ટોળકી સામે ચાણોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પિતા પોતાની દીકરી માટે મુરતિયાની શોધ કરી રહ્યા હતા
આણંદ જિલ્લાના વિદ્યાનગરના કૈલાસ ભૂમિ સામે હરિઓમનગરમાં કનુભાઈ ગોવિંદભાઇ માછી રહે છે. તેઓ પોતાની દીકરી માટે મુરતિયાની શોધ કરી રહ્યા હતા. દરમિયાન એમણે દીકરી માટે મુરતિયો શોધવાની વાત ચાણોદમાં રહેતા સબંધી ચકુબેન રમેશભાઈ માછીને કરી હતી. ચકુબેન સારો મુરતિયો શોધી આપવા માટે ચાણોદમાં રહેતા રેશ્માબેન પઠાણને વાત કરી હતી. રેશમાબેને મુરતિયો શોધી આપવા માટે નર્મદા જિલ્લાના સીસોદરા ગામમાં રહેતા તેમના સંબંધી હિદાયત મહેબુબભાઇ સોલંકીને વાત કરી હતી. હિદાયતે સિસોદરા ગામમાં રહેતા અલ્પેશ રમેશભાઈ વસાવા નામના યુવાનને લગ્ન કરવા માટે બતાવ્યો હતો.

60 હજાર રૂપિયા આપ્યા છતાં દીકરીના લગ્ન ન થતાં પોલીસ ફરિયાદ
વિદ્યાનગર ખાતે રહેતા કનુભાઇ માછીની દીકરી માટે કલ્પેશ વસાવા નામના યુવાનને બતાવ્યા બાદ આ ટોળકીએ 60 હજાર રૂપિયા લીધા હતા. દરમિયાન આ ટોળકીએ કનુભાઈની દીકરી સાથે અલ્પેશના લગ્ન કરાવવાને બદલે કનુભાઈની ભત્રીજી સાથે અલ્પેશના ફૂલહાર કરાવી દીધા હતા અને કનુભાઈ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. દીકરીના લગ્ન ન થતાં નારાજ થયેલા અને રોષે ભરાયેલા કનુભાઈ માછીએ આ અંગેની ફરિયાદ ચાણોદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ટોળકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો