ફરિયાદ ગૃહમંત્રી સુધી પહોંચી:સંપતિના વિવાદમાં જૂનાગઢ કે અમદાવાદમાં ફરિયાદની વકી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપુરાઈ ચોકડી પાસે હરિહરાનંદજીનું ભક્તોએ સ્વાગત કર્યું
  • મહારાજે આશ્રમ છોડ્યાની ફરિયાદ ગૃહમંત્રી સુધી પહોંચી

નાશિક પાસેથી બાપજી હેમખેમ મળી આવ્યાં છે તેવા સમાચાર વહેતા થતા જ જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ સહિત અનેક શહેરોમાં રહેતા અનુયાયીઓ કપુરાઈ ચોકડી પાસે તેમને મળવા માટે ભેગા થયા હતાં. હરિહરાનંદ મહારાજ જેવા કપુરાઈ ચોકડી પહોચ્યાં ત્યાં ભક્તો દ્વારા જય ગિરનારીના નાદ સાથે તેમને વધાવી લીધા હતાં.

અનુયાયીઓએ તેમની ચિંતા પ્રગટ કરી હતી અને બાપજીના ખબર અંતર પણ પુછ્યાં હતાં. હરિહરાનંદ મહારાજ સ્વસ્થ થયા બાદ સંપત્તિના વિવાદ અંગે તેઓ અમદાવાદ કે પછી જુનાગઢમાં ફરિયાદ દાખલ કરાવી શકે છે. જ્યારે સંપત્તિના વિવાદ અંગે મહારાજે આશ્રમ છોડ્યો હોવાની ફરિયાદ ગૃહમંત્રી સુધી પણ પહોચી હતી.

વડોદરા શહેરમાં હરિહરાનંદ મહારાજની મીસીંગની ફરિયાદ હોવાથી મહારાજ ક્રાઈમ બ્રાંચ નિવેદન આપીને પરત પોતાના અનુયાયીઓને મળવા પણ ગયા હતા અને ત્યાંથી તેઓ જુનાગઢ ખાતે જવા રવાના થઈ ગયા હતાં. ઉલ્લેખનિય છે કે, ક્રાઈમ બ્રાંચ દ્વારા આ કેસમાં 12 જેટલા લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યાં છે.

બીજી તરફ જ્યારે હરિહરાનંદ મહારાજ ગુમ થયા હતાં.ત્યારે આ ઘટનામાં રાજકીય લોકોનું દબાણ ઉપરાંત સરખેજ આશ્રમનો જે વિવાદ હતો તેમાં મહારાજ પર કિચડ ઉછાળવામાં આવતા તેઓ ડિપ્રેશનમાં જ હોવાથી નિકળી ગયા હોવાના મેસેજ સોશીયલ મીડીયામાં વહેતા થયા હતાં. આ ઉપરાંત મહારાજે આ અંગે વિડિયો પણ વાયરલ કર્યો હતો.

સરખેજ આશ્રમના વિવાદમાં દબાણોને કારણે જતા રહ્યા હતાં
અમારા માટે તો બાપજી હેમખેમ મળ્યા એ મોટી વાત છે. સરખેજ આશ્રમના વિવાદ બાદ સમાધાન માટે દબાણ થતું હોવાથી હરિહરાનંદ મહારાજ નિકળી ગયા હતાં. તેમને શોધવા અનુયાયીઓ અને પોલીસ કામે લાગ્યાં હતાં. તેમણે ક્રાઈમ બ્રાંચને નિવેદન આપ્યું છે, મહારાજ પુરી રીતે સ્વસ્થ થયા બાદ વાત કરી કાર્યવાહી શું કરવી તેનો નિર્ણય ટ્રસ્ટીઓ વકીલોની સલાહ બાદ કરશે. પોલીસનો આભાર વ્યક્ત કરૂ છું. - ધર્મેન્દ્ર પ્રજાપતિ, ટ્રસ્ટી, ભારતી આશ્રમ, જુનાગઢ

સમગ્ર મામલામાં રાજકીય વ્યક્તિની સંડોવણી હોઈ શકે

અમે ખુશ છીએ કે બાપજી પરત ફર્યાં. તેઓ ઘણા સમયથી ડિપ્રેશનમાં હતાં. મોટા બાપજી દેવ થયા બાદ હરિહરાનંદજીને વિવિધ વ્યક્તિઓ કોલ કરી ટોર્ચર કરતા હતાં. ધમકીઓ પણ મળી છે. બાપજીના જે ઉદ્દેશ્યો હતા તે શાંતીથી પાર પાડવામાં આવે તે વાતને ધ્યાનમાં લેવામાં ન આવી. બાપજીએ જ્યારે રજુઆત કરી ત્યારે જે વિષયે ચર્ચા થવી જોઈએ તે ના થઇ. સરખેજ આશ્રમના વિવાદને કારણે બાપજી નિકળી ગયાં હતાં. સમગ્ર મામલામાં રાજકીય વ્યક્તિની સંડોવણી પણ હોઈ શકે છે. - અશ્વિન ચૌહાણ, અનુયાયી, જુનાગઢ

અન્ય સમાચારો પણ છે...