• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Complaint Filed Against A Young Businessman Who Raped A College Girl In Vadodara For More Than Six Months By Luring Her Into Marriage.

દુષ્કર્મ:વડોદરામાં કોલેજીયન યુવતીને લગ્નની લાલચ આપી 6 માસ સુધી દુષ્કર્મ, કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા યુવાન સામે ફરિયાદ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી નવલ ઠક્કરની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપી નવલ ઠક્કરની ફાઈલ તસવીર
  • મોબાઇલ ફોનમાં પિતાએ દીકરી અને યુવાન વચ્ચેના ચેટ મેસેજ જોયા
  • પરિણીત આરોપી જાણીતા બિલ્ડર ગૃપનો ભાગીદાર હોવાની ચર્ચા

વડોદરામાં યુવતીને છેલ્લા 6 માસ કરતા વધુ સમયથી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર યુવાન સામે જે.પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. યુવતીની જિંદગી બરબાદ કરનાર યુવાન કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે જાણીતા બિલ્ડર ગૃપનો ભાગીદાર હોવાનું જાણવા મળ્યું છે. જે.પી. પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે શહેરની બિલ્ડર લોબીમાં ચકચાર જગાવી મૂકી છે.

આરોપી કાન્હા સાઇટ સાથે સંકળાયેલો છેઃ એસીપી
એસીપી રાજગોરે જણાવ્યું હતું કે, પીડિતાને પિતાએ નવલ ઠક્કરને વોર્નિંગ આપી હતી. તેમના ઘરમાંથી ખરાબ ફોટો અને મા-બાપ વિરૂદ્ધનો પત્ર મળ્યો હતો. પીડિતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપી કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં સંકળાયેલો છે અને ભાગી છૂટ્યો છે. આરોપી નવલ ઠક્કર કાન્હા સાઇટ સાથે સંકળાયેલો છે અને પરણિત છે.

દુષ્કર્મ આચરનાર વેપારી એક સંતાનનો પિતા
જે.પી. રોડ પોલીસ મથકના પી.એસ.ઓ. નટુભાઇએ જે.પી. રોડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, કાન્હા બંગલોઝ, આમ્રકુંજ સોસાયટી પાસે, ઇલોરા પાર્ક, વડોદરા ખાતે રહેતો અને જાણીતા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલો નવલ દિપકભાઇ ઠક્કર કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે અને તે એક સંતાનનો પિતા છે. તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી તેના જ સમાજની ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલી અને હાલમાં કોલેજ કરતી યુવતીના પરિચયમાં આવ્યો હતો. અને પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. પારિવારીક સબંધો પણ હોવાથી અવાર-નવાર નવલ પણ યુવતીના ઘરે જતો હતો.

દીકરીનો ફોનમાં યુવાને કરેલા ચેટ જોઇ પિતા ચોંકી ઉઠ્યા
યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ નવલ ઠક્કરે લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતીને પણ નવલ લગ્ન કરશે તેવો વિશ્વાસ હતો. પરંતુ, નવલે પોતે પરિણીત હોવા છતાં, યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર-નવાર શારીરીક સુખ માણ્યું હતું. દરમિયાન ધોરણ 12 પાસ કરી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના પિતાના હાથમાં યુવતીનો મોબાઇલ આવી જતાં, તેઓએ દીકરીનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં નવલ ઠક્કરના આઇ લવ યુ સહિતના ચેટવાળા મેસેજ જોતા ચોંકી ઉઠ્યા હતા.

પિતાએ દીકરીને પૂછતા દીકરીએ હકીકત જણાવી
દીકરીના મોબાઇલ ફોનમાં ચેટ મેસેજ જોયા બાદ દીકરીની પૂછપરછ કરી હતી. જેમાં આરોપી નવલ ઠક્કરને એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા છ માસ ઉપરાંતથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાની બાબત જણાવી હતી. સમગ્ર મામલે પિતાએ જે.પી. રોડ પોલીસ મથકમાં આરોપી નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કરવા સાથે યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની ધરપકડ માટે પોલીસના ઠેર-ઠેર દરોડા
જે.પી. રોડ પોલીસ મથકના પી.આઇ. કે.વી. ડીંડોળે જણાવ્યું હતું કે, પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી નવલ ઠક્કર પરિણીત છે. અને એક સંતાનનો પિતા છે. પિડીતા કોલેજમાં અભ્યાસ કરે છે. આરોપીના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો નથી. અને તે પોતાના ઘરેથી ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. આરોપી નવલ ઠક્કરની ધરપકડ બાદ અન્ય વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...