તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરાના યુવકનું બંધ સીમકાર્ડ બીજાના નામે ચાલુ કરાવ્યા બાદ લોન લઇને 1 લાખની કિંમતના 3 મોબાઇલ ફોન ખરીદ્યા, સુરતના બે ભેજાબાજ સામે ફરિયાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરતના બે ભેજાબાજોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં

વડોદરાના યુવકનું બંધ સીમકાર્ડ અન્ય યુવકના નામે શરૂ કરાવી બજાજ ફાઇનાન્સમાંથી લોન લઇને રૂપિયા એક લાખની કિંમતના 3 મોબાઇલ ફોન ખરીદીને છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. સુરતના બે ભેજાબાજોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

ત્રીજો EMI બાઉન્સ થતાં બજાજ કંપનીમાંથી કર્મચારીઓ તેમના ઘરે પહોંચ્યા
વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર રહેતા વિક્રમભાઇ લુહાર હાર્ડવેરની દુકાન ધરાવે છે. ચાર વર્ષ અગાઉ તેમણે બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર EMIથી ટીવી અને હોમ થિયેટર ખરીદ્યું હતું. છેલ્લા બે વર્ષથી તેમણે કોઇપણ ચીજ વસ્તુની ખરીદી કરી ન હતી. તેમ છતાં બજાજ કંપનીમાંથી કર્મચારીઓ વિક્રમભાઇના ઘરે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, તમારા બજાજ કાર્ડ ઉપરથી રૂપિયા 99,979 કિંમત ધરાવતા ત્રણ મોબાઇલ ફોનની ખરીદી થઇ છે. જે પૈકી 12 હજારની રકમ આપના બેંક ખાતામાંથી ડેબિટ થઈ ગઈ છે. જ્યારે ત્રીજો EMI બાઉન્સ થયો છે. જેની વસૂલી માટે આવ્યા છીએ.

બંધ સીમકાર્ડ અન્ય યુવકના નામે શરૂ કરાવીને છેતરપિંડી કરી
ઉલ્લેખનીય છે કે, બજાજ ફાયનાન્સ કાર્ડમાં રજીસ્ટર નંબર બે વર્ષ અગાઉ બંધ કરી દીધો હતો. જે નંબરનો અજાણી વ્યક્તિએ ઉપયોગ કરીને મોબાઇલ ફોન ખરીદી છેતરપિંડી આચરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન રાકેશ રમેશભાઇ ખાખરીયા અને ભાર્ગવ કેશવભાઈ પાંભરે(બંને રહે, સુરત) બંધ થયેલું સીમકાર્ડ અન્ય વ્યક્તિના નામે ચાલુ કરાવી બજાજ કંપનીના કાર્ડનો દુરપયોગ કરીને છેતરપિંડીની ઘટનાને અંજામ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...