ફરિયાદ:મહિલાની લાજ લેવાના પ્રયાસ સાથે ધમકી આપતાં ત્રણ સામે ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘તમારા ઘરના પાછળના ભાગના પતરા દબાણમાં આવે છે’ કહી ગાળાગાળી

સંખેડા તાલુકાના એક ગામે મહિલા એકલી હતી.મહિલા ઘરનુ કામકાજ કરતી હતી.ત્યારે ગામના મનોજભાઇ નાથાભાઇ સોલંકી ઘરમાં અચાનક ધસી આવી તેણીને કેહવા લાગેલ કે, તમારા ઘરના આગળનો ભાગ જ્યાં તમો ઢોર બાંધો છો તે અને તમારા ઘરના પાછળ પતરા નાખેલ છે તે દબાણમાં આવે છે. જેથી તમારે દબાણ દૂર કરવું પડશે. તેમ કહી મારી એકલતાનો લાભ લઈ દબાણ દૂર કરવું છે કે નહીં તેમ કહી મારા ઉપર ગંદી નજર નાખી મારા શરીર પહેરેલ કપડા ફાડીને મારી આબરૂ લૂટવાની કોશીશ કરી હતી અને મારૂ ગળુ અને મોઢૂ દબાવી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેમના મળતીયાઓને ફોન કરી બોલાવતા તેમનો છોકરો અજય તથા તેમની પત્નિ જ્યોતિબેન દોડી આવી ઝપાઝપી કરતા હતા. તે વખતે તેનો પતિ પણ ઘરે આવી જતા મનોજભાઇ તેના પતિ સાથે પણ ગમે તેમ ગાળા ગાળી અને ઝપાઝપી કરવા લાગેલા. અને ઝપાઝપીમાં તેને કપાળના ભાગે તથા નખ વડે ઇજાઓ થયેલી તે દરમ્યાન ગામના અન્ય માણસો આવીને છુટા પાડેલા મહિલાને સામાન્ય ઇજાઓ થયેલ હોવાથી મહિલા પતિ તેમજ અન્ય સાથે દવાખાને સારવાર કરાવી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...