માંજલપુર વિસ્તારમાં રહેતા ચંદ્રકલા વિઠ્ઠલાણીની દિકરીઓની જમીનના ખોટા દસ્તાવેજો રજૂ કરીને ગેરકાયદેકર બાંધકામ શરૂ કરવામાં આવતાં તેમણે 9 વ્યક્તિઓ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
લાલબાગ સોસાયટીમાં રહેતા ચંદ્રકલા વિઠ્ઠલાણીની દિકરીઓ નિકી વિઠ્ઠલાણી એને લીના વિઠ્ઠલાણીએ 1984માં રણછોડ સોંલકી, કાળાભાઈ સોંલકી અને રયજી સોલંકી પાસેથી જમીન ખરીદી હતી. દિકરીઓએ જમીની સાચવણીની જવાબદારી માતા ચંદ્રકલાને સોંપી હતી. નિવૃતિના સમયમા મકાન બનાવવા માટે નિકી અને લીનાએ જમીન પર મકાન નહોતું બનાવ્યું.
2016માં ચંદ્રકલાબેનને જાણ થઈ હતી કે તેમની જમીન પર હેતલ પવાસીયા ગેરકાયદેરસ રીતે બાંધકામ કરી રહ્યા છે. તેથી તેમણે હેતલ પાસેથી જમીનના દસ્તાવેજ માંગતા તેણે ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા. આ અંગે તપાસ કરતા જાણ થઈ હતી કે, રણછોડ સોંલકી, કાળાભાઈ સોંલકી અને રયજી સોલંકીના પરિવારે આ જમીન 2016માં હેતલને વેચી દિધી હતી અને હેતલે સુષ્ટી બિલ્ડર્સને વેંચી દીધી હતી. જેમાં હેતલ પણ ભાગીદાર છે. જેથી ચંદ્રકલાબેને શાંતાબેન સોલંકી, બાબર સોલંકી, રતીલાલ સોલંકી, સંજય સોલંકી, વૈશાલી સોલંકી, મંજૂ સોલંકી, સોનલ સોલંકી, પાયલ સોલંકી અને હેતલ પવાસીયા વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.