ક્રાઇમ:પત્ની પર અત્યાચાર ગુજારનાર રણોલીના તલાટી સામે ફરિયાદ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા તલાટી સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ

વાઘોડિયા રોડ પર રહેતી મહિલાએ તેના તલાટી પતિ અને સાસુ-સસરા સામે અત્યાચાર ગુજારી દહેજની માગણી કરી હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસમાં નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેના પતિને મહિલા તલાટી સાથે પ્રેમ સંબંધ હતો. વાઘોડિયા રોડ પર રહેતી મહિલાએ તેના પતિ અને રણોલીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મયંક દિનેશ શાહ, દિનેશચંદ્ર છબીલદાસ શાહ અને પ્રતિમાબેન શાહ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ જણાવ્યું કે, ગત 2007માં પ્રેમ સંબંધ હોવાથી તેમણે મયંક શાહ સાથે લગ્ન કર્યા હતા. તેમનાં સાસુ-સસરાને મનદુઃખ હતું અને શારીરિક-માનસિક અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. પતિ અને સાસુ-સસરા 3 લાખ રોકડા, ગાડી, ફર્નિચર, કપડાં તથા દાગીના લઇ આવવા દબાણ કરતાં હતાં. તેમને પતિની બેગમાંથી પ્રેમપત્ર મળ્યો હતો, જેમાં તેમની સાથે તલાટીમાં નોકરી કરતી મહિલા સાથે તેનો સંબંધ હોવાનું જણાયું હતું. મોબાઈલમાં મેસેજ પણ  હતા. આ અંગે તેમણે વિરોધ કરતાં પતિએ તેને માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...