રજૂઆત:જેલમાં યાર્ડ નંબર 8માં હોબાળો કરનારા કેદીઓ સામે ફરિયાદ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેદીઓએ એક સાથે બેરેક બદલી ન કરવાની રજૂઆત કરી હતી
  • છેલ્લા બે દિવસથી યોગ્ય જમવાનું ન મળતું હોવાની ફરિયાદ સાથે 600 કેદીએ ભૂખ હડતાલ કરી હોવાનો આરોપ પણ મૂકાયો હતો

શહેરની સેન્ટ્રલ જેલમાં યાર્ડ નંબર 8માં બુમાબુમ કરી હોબાળો કરનારા કેદીઓ સામે જેલ સત્તાધીશોએ રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેલ સત્તાધીશોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સલામતીને ધ્યાનમાં રાખીને જેલમાં બેરેક બદલીની કામગિરી કરવામાં આવે છે પણ કેદીઓના જુથે બેરેક બદલી નહી કરવાની રજુઆતો કરી હતી.

જેલ સત્તાધીશોએ પોલીસમાં કેદીઓ વિજય ભીખાભાઇ જાદવ, અતુલ વિઠ્ઠલ ભંડેરી, અશોક ઉર્ફે ડોકટર રમણ સોલંકી અને હૈદરઅલી રફીકશા દિવાન સામે ફરિયાદ નોંધાવી હતી કે જેલમાં શિસ્ત અને સલામતી જાળવવા માટે કેદીઓની સમયાંતરે બેરેક બદલી કરવામાં આવે છે.

21 તારીખે કાચા કામના કેદીઓની બેરેક બદલી કરવા જેલનો સ્ટાફ ગયો હતો પણ કેદીઓએ એક સંપ થઇને બેરેક બદલી નહી કરવાની રજુઆત કરી હતી પણ તે દિવસે રવિવાર રજાનો દિવસ હોવાથી બેરેક બદલી મોકુફ રખાઇ હતી.

ત્યારબાદ 22 તારીખે જેલ સ્ટાફ યાર્ડ નંબર 8 ખાતે રાઉન્ડ પર ગયા હતા ત્યારે કાચા કામના આ તમામ આરોપીઓએ મોટે મોટેથી બુમો પાડી હતી અને યાર્ડના અન્ય કેદીઓને ઉશ્કેરણી કરી ગાળા ગાળી કરી હતી અને જેલ સ્ટાફની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી જેથી સ્ટાફે કેદીઓને યાર્ડમાં બંધ કરી દીધા હતા.

જેથી ફરજમાં રુકાવટ કરવા બદલ કેદીઓ સામે ફરિયાદ કરાઇ હતી. ઉલ્લેખનિય છે કે છેલ્લા બે દિવસથી યોગ્ય જમવાનું ન મળતું હોવાની ફરિયાદ સાથે 600 કેદીઓએ ભૂખ હડતાલ કરી હોવાના આરોપ કેદીઓને પરિવારોએ લગાવ્યા હતા અને કોર્ટ સંકુલમાં કેદીઓને લઇ જવાયા ત્યારે પણ કેદીઓએ અન્ય કેદીઓને યોગ્ય સુવિધા અપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...