તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનસિક ત્રાસની ફરિયાદ:ઘર માટે નાણાં માગતાં સાસરિયાં સામે ફરિયાદ, ભરૂચના સાસરિયાએ ગર્ભપાત માટે દબાણ કર્યું હતું

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પતિ અન્ય સ્ત્રી સાથે રહેતો હોવાનો પણ આક્ષેપ

શહેરના વાસણા રોડ પર રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસરિયાઓ દ્વારા મકાન બનાવવા માટે નાણાં માગી તેમજ ગર્ભપાત કરાવવા માટે દબાણ કરાવવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાસણા રોડ પર રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2015માં ભરૂચ-ઝાડેશ્વર ચાર રસ્તા નજીક દર્શન સોસાયટીમાં રહેતા મનીષ પરમાર સાથે થયા હતા. લગ્નના 10 મહિના બાદ પરિણીતા ગર્ભવતી થઈ હતી. જોકે પતિ મનીષ તથા તેનાં સાસુ-સસરા તેને માનસિક રીતે ત્રાસ આપી પરેશાન કરતાં હતાં. સાસરિયાઓ પરિણીતા પર તેના પિતા મકાન લઈ આપે તે બાબતે પણ દબાણ કરતા હતા. પરિણીતાના પિતા સાસરિયાના ઘરનું લાઈટ બિલ, ગેસ બિલ તેમજ કરિયાણાનો સામાન પણ લાવી આપતા હતા, છતાં સાસરિયાઓ ત્રાસ ગુજારતા હતા. પરિણીતાને કન્યાદાનમાં મળેલી સોનાની 3 વીંટીઓ પણ સાસરિયાઓએ વેચી દીધી હતી.

પરિણીતા ગર્ભવતી હોવાથી તેને વારંવાર ગર્ભપાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જોકે ગર્ભપાત નહીં કરાવતાં સાસરિયાઓએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ઘરમાંથી નીકળ્યા બાદ તેણી પોતાના પિતાને ત્યાં આવી હતી, જ્યાં વર્ષ 2016માં પુત્રનો જન્મ આપ્યો હતો. જોકે સાસરિયામાંથી કોઈ પણ પુત્રને જોવા આવ્યું ન હતું

પરિણીતાએ ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ મેળવવા માટે અરજી કરી હતી, જેને પગલે તેનું ભરણ પોષણ બંધાયું હતું.વર્ષ 2018માં પતિ દ્વારા ભરણ પોષણ બંધ કરવા માટે અરજી કરી પરિણીતાને ઘરેથી લઈ જવાની ખાતરી આપી હતી, પરંતુ પતિ પરિણીતાને ઘરેથી લઈ ગયો નહતો. પતિ અન્ય સ્ત્રી સાથે રહેતો હોવાનું અને વારંવાર ફોન કરી પરિણીતાને હેરાન કરતો હોવાથી ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો