તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્યાચાર:વડોદરામાં ત્રીજી પત્ની લાવવાનું કહી પતિએ ત્રાસ આપતા પરિણીતાનો એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ, ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપતા પતિ-સાસુ સામે ફરિયાદ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીના પિતાને સમાધાન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ કરી

વડોદરામાં પતિ ત્રીજી પત્ની લાવવા માટે અવારનવાર મરી જવા માટે ઝઘડો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા કંટાળેલી પત્નીએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે ફરિયાદ પાછી ખેંચવા પતિએ સસરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ અને સાસુ વૃદ્ધ સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હું તારા કરતાં વધારે ભણેલો છું, એટલે સરકારી નોકરી કરું છુ કેમ કહી પતિ ઝઘડો કરતો હતો
પરિણીતાએ મહિલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ અલ્પેશકુમાર માળી(રહે, યોગેશ્વર સોસાયટી, વાસણા રોડ, વડોદરા)સાથે તેમના બીજા લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. અગાઉની પત્ની સાસરીયાના ત્રાસથી કંટાળીને છૂટાછેડા લીધા હતા અને તું ક્યાં સારી છે, હું તારા કરતાં વધારે ભણેલો છું, એટલે સરકારી નોકરી કરું છું, તેમ કહીને પતિ ઝઘડો કરતો હતો.

યુવતીના પિતાને સમાધાન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી
પૂર્વ પત્નીના પરિવારજનો પતિને મળવા આવતા ફરિયાદીને રૂમમાં પૂરી દીધી હતી. જે અંગે પૂછતા પતિએ મારે ત્રીજી પત્ની લાવી છે, તું મરી જા તેમ જણાવી ઝઘડો કર્યો હતો. પતિ વારંવાર ધમકી આપતો હતો કે, કોર્ટમાં જવું હોય તો જા, પોલીસ ફરિયાદ કરવી હોય તો કર હું ગભરાતો નથી. આમ અવારનવાર ત્રીજી પત્ની લાવવી છે, તેમ કહીને મરવા માટે દુષ્પ્રેરણા આપતા પતિના ત્રાસથી કંટાળી યુવતીએ એસિડ પી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ થતાં પતિએ યુવતીના પિતાને સમાધાન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...