તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ડેન્ટિસ્ટને દહેજ માટે ત્રાસ આપતાં પતિ સામે ફરિયાદ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના 5 દિવસમાં જ સાસરિયાંનું પોત પ્રકાશ્યું

લગ્નના 5 દિવસ બાદ જ દહેજ માટે સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારાતાં ડેન્ટિસ્ટ યુવતીએ પતિ અને દિયર વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ડેન્ટિસ્ટ યુવતીના લગ્ન જૂન-2020માં વેદાંત સોનાર સાથે થયા હતા. લગ્નના 5 દિવસ બાદ જ પતિ વેદાંત અને દિયર ગૌતમ દ્વારા દહેજને લઈને માનસિક ત્રાસ શરૂ થયો હતો.સાસરિયાઓ દ્વારા ઘરેથી દહેજ પેટે કીમતી ચીજ-વસ્તુઓ લઈ આવવા દબાણ પણ કરાતુંં હતું.

જ્યારે યુવતીને નાના-નાના ખર્ચા બદલ પણ પતિ તેમજ સાસરિયાઓ તરફથી ગુસ્સો સહન કરવો પડતો હતો. દરમિયાન યુવતી પતિ સાથે રાત્રે ચાલવા નીકળી હતી ત્યારે સાસરિયાઓના વર્તાવ અંગે વાત કરતાં ગુસ્સે થઈ ગયેલા પતિએ રસ્તા પર જ જાહેરમાં બૂમાબૂમ કરી લાફો મારી દીધો હતો. જ્યારે યુવતીને રસ્તે જ છોડી પતિ ઘરે જતો રહ્યો હતો. આ ઘટના અંગે યુવતીએ તેનાં માતા-પિતાને જાણ કરી હતી. આ અંગે પિયર પક્ષ તરફથી ફોન કરતાં સાસરિયાઓએ અપમાનજનક વાક્યો બોલી ફોન મૂકી દીધો હતો. તે જ સમયે યુવતી પિયર ચાલી ગઈ હતી. ઘટના અંગે યુવતીએ વેદાંત સોનાર, ગૌતમ સોનાર (મકરપુરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો