પત્નીને શારિરીક અને માનસિક ત્રાસ આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી જેથી મહિલાએ 100 નંબર લગાવીને પતિ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરી હતી. નિરાલી (નામ બદલ્યું છે)ના લગ્નના ગૌરવ સાથે 2021માં થયા હતાં. લગ્નના 1 મહિના બાદથી જ નિરાલીના સાસુ અને પતિ તેને માનસિક ત્રાસ આપી આડકરી રીતે દહેજ માંગતા હતા. ગૌરવે તેને ઘરમાથી જતા રહેવા સાથે તેને દર મહિને 6 હજાર મોકલી આપશે તેમ કહ્યુ હતું. ગૌરવ નિરાલી સાથે વૈવાહિક જીવન આગળ વધારાવા ન માંગતો હોવાના કારણે તે વિવિધ રીતે નિરાલીને વાંરવાર છૂટાછેડા લેવા દબાણ કરતો હતો.
જો તે છૂટાછેડા નહીં આપે તો તે આત્મહત્યા કરી લેશે તેવી ધમકીઓ આપતો હતો. ગૌરવ નિરાલીને કોરા કાગળ પર પણ વાંરવાર સહિ કરવા માટે દબાણ કરતો હતો પણ નિરાલી તે ન કરતા ગૌરવે તેનુ ગળુ દબાવીને મારી નાખવાની ધમકી આપી હતી. નિરાલીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ગૌરવ અને અન્ય 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.