કાર્યવાહી:જેલમાં કેદીને ફોન આપનારા હર્ષિલ લીંબચિયા સામે ફરિયાદ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેલમાં કાચા કામના કેદીની તપાસ કરતાં ફોન મળ્યો હતો
  • કેદીની કબૂલાત બાદે બંને સામે ગુનો નોંધાયો

પૂર્વ વિદ્યાર્થી નેતા હર્ષિલ લિંબચિયા વિરદ્ધ વધુ એક ફરિયાદ રાવપુરા પોલીસે મથકે નોંધાઇ છે.મધ્યસ્થ જેલમાંથી એક કેદી પાસેથી ફોન મળ્યો હતો. જે અંગે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે આ ફોન તેને હર્ષિલે રાખવા માટે આપ્યો હતો.પૂર્વ વિદ્યાર્થી નેતા હર્ષિલ લીંબચિયા વડોદરાની મઘ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો છે.

મંગળવારે જેલના પોલીસ જવાનો યાર્ડ નંબર 12 અને ખોલી નંબર 1010ના કાચા કામના આરોપી જાવેદ હુસૈન ઉર્ફે બાબુ બશીર અહેમદ અંસારીની તપાસ કરતાં તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.જેથી આ ફોન કોની પાસેથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે,આ ફોન તેને યાર્ડ નંબર 12 ખોલી નંબર 1010માં રહેલ કાચા કામના આરોપી હર્ષિલ લીંબચિયાએ રાખવા માટે આપ્યો હતો. જેથી જાવેદ હુસૈન ઉર્ફે બાબુ બશીર અહેમદ અને હર્ષિલ લીંબચિયા વિરદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...