તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Complaint Against Builder Chhotaudepur District BJP Leader And Partners For Selling Same House To Another And Cheating Customer With Rs 10.51 Lakh, Accused Arrested

છેતરપિંડી:બિલ્ડર અને ભાજપ અગ્રણીએ એક જ મકાનનું ફરી વેચાણ કરી છેતરપિંડી આચરી, પોલીસે દર્પણ શાહની ધરપકડ કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્પણ શાહની ફાઈલ તસવીર - Divya Bhaskar
દર્પણ શાહની ફાઈલ તસવીર
  • અમદાવાદના શાહપુરની મહિલાને સુખધામ રેસિડેન્સીમાં 10.51 લાખમાં મકાન ખરીદયુ હતું
  • એક વર્ષ બાદ બિલ્ડરે મકાનનો નંબર બદલીને 2017માં વેચી દીધું હોવાનો ફરિયાદમાં આરોપ

એક જ મકાન બીજાને વેચી ગ્રાહક સાથે રૂપિયા 10.51 લાખની છેતરપિંડી કરનાર વાઘોડિયા રોડ ખાતે આવેલા સુખધામ રેસિડેન્સીના બિલ્ડર અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ અગ્રણી તથા ભાગીદારો સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ભાગીદાર અને ભાજપા અગ્રણી દર્પણ હરીશ શાહની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, નિકીતાબેન પરીનભાઇ પટેલ અમદાવાદ શાહપુરમાં આવેલા 2 / એ, જલકમલ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેઓએ વડોદરાના વાઘોડિયા રોડ ઉપર સુખધામ રેસિડેન્સીમાં ટાવર એ..એ..માં 501 નંબરનું મકાન બુક કરાવ્યું હતું. અને રૂપિયા 10,51,000 સુખધામ રેસિડેન્સીના ભાગીદાર બિલ્ડર દર્પણ હરીશ શાહ ( રહે. શુક્લાનગર ) ને આપ્યા હતાં. તે સામે બિલ્ડર દર્પણ શાહે તા. 12.4.2016ના રોજ દસ્તાવેજ કરી આપ્યો હતો.

નિકીતાબેન પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, બિલ્ડર દર્પણ શાહે અમને દસ્તાવેજ કરી આપેલા મકાન નંબર 501નો નંબર 505 કરી આ મકાન વર્ષ 2017માં રોનીત શાહને વેચી દીધું હતું. અને કબજો આપી દીધો હતો. બિલ્ડર દર્પણ શાહે મકાનમાં ટાઇલ્સ નાખવાના બહાને એક ચાવી પોતાની પાસે રાખી અમોને અંધારામાં રાખી વિશ્વાસઘાત કર્યો છે.

પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે બિલ્ડર દર્પણ શાહની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોધનીય છે કે, આ બિલ્ડર સામે અગાઉ પણ એક જ એકથી વધુ વ્યક્તિઓને વેચી અનેક સાથે છેતરપિંડી કરી છે. જે અંગે અગાઉ પણ ફરિયાદો નોધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપા દ્વારા લોકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર દર્પણ હરીશ શાહને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો હતો. દર્પણ શાહ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુ ગામનો વતની છે. દર્પણ શાહની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થતાં વડોદરા બિલ્ડર લોબીમાં અને છોટાઉદેપુર જિલ્લા રાજકારણમાં ચકચાર મચી ઞઇ છે. દર્પણ શાહના સ્થાનિક અનેક રાજકીય અગ્રણીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે.

અન્ય સમાચારો પણ છે...