ફરિયાદ:પત્નીને ત્રાસ આપતા આર્મીમેન સામે ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અલકાપુરીમાં રહેતી પરીણિતાએ ત્રાસ આપતા પતિ સામે ફેબ્રુઆરીમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી આર્મીમાં ફરજ બજાવતા પતિએ પત્ની પર હુમલો કર્યો હતો. જેની પત્નીએ ફરી ફરિયાદ નોંધાવી હતી. અલકાપુરીમાં રહેતી મીરા (નામ બદલ્યું છે)ના લગ્ન 2017માં આર્મીમાં ફરજ બજાવતા મીત સુતરીયા સાથે થયાં હતાં. લગ્નના 1 મહિના બાદ મીરા અને મીત વચ્ચે નાની-નાની વાતે ઝઘડો થતો હોવાને કારણે તે પિયર આવી ગઈ હતી, પણ માતા-પિતાએ સમજાવતાં તે સાસરી પરત આવી હતી.

જોકે મીતના સ્વભાવમાં કોઈ ફરક ન પડ્યો હોવાને કારણે મીરાએ ફેબ્રુઆરીમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ મીત અવાર-નવાર મીરાને સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, પણ મીરા સમાધાન કરવા ન માગતી હતી. દરમિયાન 14 તારીખે રાતના સમયે મીતે મીરાના ઘરમાં ઘૂસીને તેની સાથે મારઝૂડ કરી હતી અને તેને ફરિયાદ પાછી લેવા કહી ધમકી આપી હતી કે, તે આર્મીમાં છે અને તે ગમે તે કરી શકે છે. પોતે એકલી રહેતી હોવાથી તેને જીવનું જોખમ લાગતાં મીરાએ ફરીવાર મીત સુતરીયા વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...