કાર્યવાહી:અપૂર્વ પટેલે દુકાન બુકિંગના 1 લાખ પરત ન આપતાં ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહા ઠગ અપૂર્વ પટેલ વિરુદ્ધ 30થી વધુ ફરિયાદો નોંધાઈ

મહા ઠગ અપૂર્વ પટેલે મકાનના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. તેની વિરુદ્ધ હાલમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. માંજલપુરમાં રહેતા એક વ્યક્તિએ 1.50 લાખ આપી દુકાન બુક કરાવી હતી, પણ નિયત સમયે દુકાન ન મળતાં અને પૈસા પણ પાછા ન મળતાં અપૂર્વ પટેલ અને ભૈરવી પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.મેપલ સિગ્નેચર નામની સાઈટ ઊભી કરીને મહા ઠગ અપૂર્વ પટેલે લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. તેની વિરુદ્ધ 30થી વધુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. માંજલપુર ફાટક પાસે આસ્થા ડુપ્લેક્સમાં રહેતા વિષ્ણુ પટેલ કન્ટ્રક્શનનો ધંધો કરે છે.

2018માં તેઓ અપૂર્વ પટેલના સંપર્કમાં આવ્યા હતા અને મેપલ સિગ્નેચર સાઈટ વિશે જાણકારી મેળવી હતી. માંજલપુર સ્મશાન પાસે અપૂર્વ પટેલની મેપલ સિગ્નેચર સાઈટ જોવા ગયા હતા અને 18.50 લાખની દુકાન પસંદ આવી હતી. તેમણે ચેક દ્વારા 1 લાખ આપીને દુકાન બુક કરાવી બાદમાં 50 હજાર આપ્યા હતા. અપૂર્વ પટેલે બુકિંગ લેટર પણ આપ્યો હતો.

6 મહિના સુધી બાંધકામ શરૂ ન થતાં વિષ્ણુભાઈએ અપૂર્વ સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે, રેરા અને પાલિકાની પરમિશન લેવાની બાકી છે. થોડા સમયમાં બાંધકામ શરૂ થઈ જશે.ત્યારબાદ પણ બાંધકામ શરૂ ન થતાં વિષ્ણુભાઈએ પૈસા પરત માગતાં અપૂર્વે 25 હજારના 4 ચેક આપ્યા હતા. અપૂર્વે જણાવ્યું કે, હું જણાવું ત્યારે ચેક જમા કરવાજો. વારંવાર વિષ્ણુ પટેલ પૈસા માગતાં અપૂર્વ પટેલે રૂા.50 હજાર આપ્યા હતા પણ 1 લાખ પરત આપ્યા નહતા. જેથી વિષ્ણુ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...