ઠગાઇ:અપૂર્વ સામે ઠાસરાના આધેડની રૂા.7 લાખની ઠગાઇની ફરિયાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન બુક કરાવી તબક્કાવાર ~7 લાખ આપ્યા હતા

ઠાસરા ખાતે રહેતા રમેશ શંકર પટેલે 2019માં વડોદરામાં અપૂર્વ પટેલની મેપલ સિગ્નેચર સાઈટમાં મકાન માટે અપૂર્વ પટેલને તબક્કાવાર 7 લાખ રુપિયા આપ્યા હતા. પણ અપૂર્વ પટેલે બાનાખત ના કરી આપતાં રમેશભાઈએ અપૂર્વ પટેલ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

ઠાસરાના ચેતરસુમ્બા ગામમાં રહેતા રમેશ પટેલે માંજલપુરમાં રહેતી દિકરી માટે 2019માં અપૂર્વ પટેલની મેપલ સિગ્નેચર સાઈટમાં 18.51 લાખનું મકાન પંસદ આવતાં બુકીંગ કરાવ્યું હતું. અપૂર્વ પટેલે રમેશભાઈને કહ્યું હતુ કે 7 લાખ પહેલા આપવા પડશે અને બીજી લોન કરી આપશે. રમેશભાઈએ 1 લાખ રૂપિયા આપીને મકાન બુક કરાવી તબક્કાવાર 7 લાખ રુપિયા આપ્યા હતા. જેનું બાનાખત અપૂર્વ આપતો ન હોવાથી અને બહાના કાઢતો હોવાથી રમેશભાઈએ રૂપિયા 7 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...