ભાંડો ફૂટ્યો:લાઇસન્સ વિના વિદેશી વર્ક પરમિટ અપાવતી એજન્સી વિરુદ્ધ ફરિયાદ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોમાનિયાની એમ્બેસીમાં કોન્ટ્રાક્ટ લેટર જમા કરાવતાં ભાંડો ફૂટ્યો
  • EUHR સર્વિસ સંચાલિકા​​​​​​​ પિન્કી રાઠોડ સામે ગુનો નોંધાયો

શહેરના નાગરિકોને વિદેશમાં કામ કરવા મોકલતી વેમાલીની ઇયુએચઆર સર્વિસ પ્રા. લિ. પાસે આ કામગીરી માટે સર્ટિફિકેટ કે લાઇસન્સ ન હોવાનું બહાર આવતાં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફિસ ઓફ ધી પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રન્ટ્સ મુંબઈ દ્વારા પોલીસને કાર્યવાહી કરવા જણાવાતાં સમા પોલીસે મહિલા ડાયરેક્ટર સામે ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. સમા પોલીસે સરકાર તરફે આ મામલે ગુનો નોંધ્યો હતો.

ફરિયાદમાં જણાવાયું કે, ધ એમ્બેસી ઓફ રોમાનિયા ટુ ઇન્ડિયા દ્વારા વેમાલી ખાતે આવેલા લોટ્સઔરા 2 બિલ્ડિંગમાં કાર્યરત ઇયુએચઆર સર્વિસ પ્રા. લિ. એ વિદેશમાં કામ કરવા માંગતા લોકોના કોન્ટ્રાક્ટ લેટરો ધ એમ્બેસી ઓફ રોમાનીઆ પાસે સબમીટ કરાવ્યા હતા. જેથી કંપની પાસે ભારતીયોને વિદેશમાં કામ કરવા મોકલવા બાબતે કોઈ લાયસન્સ કે સર્ટિફિકેટ છે કે કેમ તે બાબતે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફિસ ઓફ ધી પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રેન્ટ્સ મુંબઈ પાસે માહિતી માગી હતી.

જેની તપાસમાં બહાર આવ્યું કે, ઇયુએચઆર સર્વિસ પ્રા. લિ. પાસે ભારતીયોને વિદેશના કામ અર્થે મોકલવા લાઇસન્સ નથી. જેથી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા ઇમિગ્રેન્ટ્સ મુંબઈના ડાયરેક્ટર અને પ્રોટેક્ટર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. સમા પોલીસે ઇયુએચઆર સર્વિસ સામે ઈમિગ્રેશન એક્ટ હેઠળ ગુનો નોંધી કંપનીના ડાયરેક્ટર પિંકી રાઠોડ (કૈલાસપાર્ક, સુભાનપુરા, મૂળ રાજસ્થાન) ની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા હતા.

એજન્સીએ 100 જેટલા લોકોને વિદેશ મોકલ્યા
​​​​​​​પોલીસે એજન્સીની સંચાલિકા પિંકીબેન ચન્દ્રવીરસિંગ ચુડાવતની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ એજન્સીની સંચાલિકાએ પોલીસે જણાવ્યું હતું કે, આ એજન્સીનો વિદેશ જવા ઇચ્છુક લોકો સંપર્ક કરતા હતા અને તે માત્ર તેમને કન્સલ્ટન્સી ગાઇડ જ કરતા હતા. જોકે પોલીસે જણાવ્યું હતું કે એજન્સીએ અંદાજ મુજબ 100 જેટલા લોકોને આ પ્રકારે લાયસન્સ ન હોવા છતાં વિદેશ મોકલ્યા હતા. પોલીસે તેની ઓફિસમાંથી 100થી વધુ ફાઇલો કબજે કરી હતી, જેમાં હરિયાણા અને રાજસ્થાન સહિતના અલગ-અલગ રાજ્યના લોકો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...