દુષ્કર્મ:વડોદરાના ડેસરમાં ધો.10ની વિદ્યાર્થિનીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર યુવાન સામે ફરિયાદ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિદ્યાર્થીની સંપર્કમાં રહે તે માટે હવસખોરે મોબાઇલ ફોન અપાવ્યો

વડોદરાના ડેસર તાલુકાની સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની પ્રેમ જાળમાં ફસાવી મારવાડી ગુતરડી ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હતું. સ્કૂલના શિક્ષકને વિદ્યાર્થીની પાસેથી મોબાઇલ ફોન મળી આવતા વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મનો ભાંડો ફૂટી ગયો હતો. આ બનાવ અંગેની ફરિયાદ ડેસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તે સાથે પોલીસે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

વિદ્યાર્થીની પાસેથી મેળેલા મોબાઇલે ભાંડો ફોડ્યો
ડેસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ડેસર તાલુકાના ગામની વિદ્યાર્થીની તાલુકાની સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. તેની પાસેથી સ્કૂલના શિક્ષકને મોબાઇલ ફોન મળી આવી આવ્યો હતો. મોબાઇલ ફોન મળી આવતા શિક્ષકે વિદ્યાર્થીનીના પરિવારને ફોન કરીને પૂછ્યું હતું કે, તમારી દીકરીને તમે ફોન અપાવ્યો છે. ત્યારે પરિવારને ફોન અપાવ્યો હોવાનો શિક્ષકને ઇન્કાર કર્યો હતો. તુરતજ વિદ્યાર્થીનીના માતા-પિતા સ્કૂલમાં પહોંચ્યા હતા. તે સમયે વિદ્યાર્થીની શિક્ષક પાસે હતી.

દીકરીએ ફોન બાબતે વિગતો આપતા પરિવાર ચોંકી ગયું
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે માતા-પિતા દીકરીને સ્કૂલમાંથી ઘરે ગયા હતા. અને તેને પ્રેમપૂર્વક મોબાઇલ ફોન અંગે પૂછતા તેણે ફોન અંગેની હકીકત જણાવતા માતા-પિતા સહિત પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. વિદ્યાર્થીનીએ પરિવારને જણાવ્યું કે, ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. ત્યારે મારવાડી ગુતરડી ગામના વનરાજ અમરસિંહ પરમાર અવાર-નવાર મારો પીછો કરતો હતો. ત્યાર બાદ અમો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

વિદ્યાર્થીનીનો બર્થડે મનાવ્યા બાદ યુવાને દુષ્કર્મ આચર્યું
ફરિયાદમાં જણાવ્યા પ્રમામે વિદ્યાર્થીનીએ પરિવારને એવી પણ માહિતી આપી હતી કે, ત્રણ માસ પહેલાં વનરાજે વિદ્યાર્થીને મોબાઇલ ફોન અપાવ્યો હતો. ફોન અપાવ્યા બાદ વનરાજ વિદ્યાર્થીનીને પોતાની મોટર સાઇકલ ઉપર બેસાડીને સાંઢાસાલ ગામ પાસેથી પસાર થતી નદી કિનારા નજીકની ઓરડીમાં લઇ ગયો હતો. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ વિદ્યાર્થીનીના બર્થડેના દિવસે નારપુર ગામની સીમમાં લઇ ગયો હતો. જ્યાં કેક કાપી બર્થડે ઉજવી હતી. બર્થડેની ઉજવણી બાદ વનરાજે દુષ્કર્મ આચર્યું હતું.

ડેસર પોલીસે હવસખોર યુવાનની ધરપકડની કાર્યવાહી હાથ ધરી
દીકરીએ આપેલી વિગતો બાદ પિતાએ ડેસર પોલીસ મથકમાં વનરાજ અમરસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. ડેસર પોલીસે વનરાજ પરમાર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવે સમગ્ર ડેસર પંથકમાં ચકચાર જગાવી મુકી છે. પોલીસે ફરિયાદના આધારે સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર હવસખોર વનરાજની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...