ઓનલાઇન છેતરપિંડી:વડોદરામાં મકરપુરા GIDCની કંપનીના માલિકને રો-મટીરીયલ સપ્લાય કરવાના બહાને ભેજાબાજોએ રૂ.7.50 લાખ પડાવ્યા, 6 સામે ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાઇબર ક્રાઇમે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

ઓનલાઇન છેતરપિંડીના અનેક કિસ્સાઓ બનવા છતાં વધુ વેપારની લાલચમાં વેપારીઓ ઓનલાઇન છેતરપિંડી કરતી ભેજાબાજ ટોળકીની જાળમાં ફસાઇ જતા હોય છે. મકરપુરા GIDCમાં એન્જિનિયરીંગ એન્ડ ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા કંપનીના માલિકને રો-મટીરીયલ સપ્લાય કરવાના બહાને વિશ્વાસમાં લઇને 7.50 લાખ રૂપિયા ઓનલાઇન પડાવી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાતા પોલીસે 6 સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કારખાનાના કોમ્પ્યુટરમાં ભેજાબાજોનો મેઇલ આવ્યો
માણેજા મકરપુરા રેલવે સ્ટેશન પાસે E-96, આમ્રપાલી ટાઉનશિપમાં રહેતા અમરકાંત ધર્મનાથ સિંહનું મકરપુરા GIDCમાં શેડ નંબર-323, એ- પ્લોટમાં શક્તિ એન્જનિયરીંગ એન્ડ ફેબ્રિકેશન નામથી કારખાનું ચલાવે છે, તેઓ જોબકામ કરે છે. તા.25 ઓક્ટોબર-2021ના રોજ તેમના કારખાનાના કોમ્પ્યુટરમાં મેઇલ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તમારી કંપની યુ.એસ.એ.ની બાયોટેક કંપનીમાં રો-મટીરીયલ સપ્લાય કરવા માટે રસ ધરાવે છે. જોકે, આ મેઇલનો તેઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. તા.26 ઓક્ટોબરના રોજ કારખાનાના માલિકના પુત્રએ રો-મટીરીયલ માટે ઇન્કવાયરી કરનારના મેઇલ ઉપર વળતો પ્રશ્ન કરી મટીરીયલ કયા પ્રકારનું જોઇએ છે.

પર્ચેઝ ડિપાર્ટમેન્ટમાં હોવાની ઓળખ આપી
તા.27 ઓક્ટોબરના રોજ રો-મટીરીયલ માટે ઇન્કવાયરી કરનારે પોતાનું નામ ડેનીયલ કોહેન હોવાનું જણાવ્યું હતું અને પોતે ક્રુઇટ બાયો ટે નામની કંપનીમાં એક્ઝિક્યુટીવ આસિસન્ટન્ટ હોવાનું જણાવ્યું હતું. સાથે તેણે પર્ચેઝ ડિપાર્ટમેન્ટમાં હોવાની ઓળખ આપી હતી. અને કંપનીને Urteekgniniaphen medicament નામનું રો-મટીરીયલ હોવાનું જણાવ્યું હતું અને કંપની હાલ આ મટીરીયલ બરમુડા આઇસલેન્ડમાંથી પ્રતિ લિટર 3500 ડોલરના ભાવે ખરીદે છે. ભારતમાં આ મટીરીયલ પ્રતિ લિટર 2000 ડોલરના ભાવે મળે છે. મેં મારી કંપનીને પ્રતિલિટર 3000 ડોલરનો ભાવ આપ્યો છે.

કારખાનાના માલિકે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ
મેઇલ આઇ.ડી. ઉપર વડોદરાના કારખાનાના માલિક સાથે વાતચીત કરી ઓર્ડર આપીને રૂપિયા 7,50,000 અલગ-અલગ એન્કાઉન્ટમાં મંગાવી છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકીના સાગરીત ડેનીયલ કોહેન, સાગર એન્ટરપ્રાઇઝ, કેનેરા બેંકનો એકાઉન્ટ નંબર ધારક, HDFC બેંકના એકાઉન્ટ ધારક ક્રુઇડ બાયોટેક અને રે ફિલીપ્સ નામની કંપની સહિત 6 સામે કારખાનાના માલિક અમરકાંત સિંહે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. સાઇબર ક્રાઇમે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...