છેતરપિંડી:કેબલમાં જોડવાના બહાને રૂા.25 લાખ પડાવી લીધા, સિદ્ધિ વિનાયક કેબલ નેટવર્કના 4 ભાગીદારો સામે ફરિયાદ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કેબલ નેટવર્કીંગના બિઝનેસમાં જોડાવા ડિલ કર્યા બાદ વેપારી પાસેથી ચાર વ્યક્તિઓએ રૂા.25 લાખ પડાવી લેતા સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. ગેંડા સર્કલ પાસે આવેલી બરોડા પીપલ્સ સોસાયટીમાં રહેતા જયેશ પંડ્યા શ્રી સાંઈ સ્ટાર ડીજીટલ કેબલ નેટવર્ક પ્રા.લી નામથી વર્ષ 2004 થી કેબલ ટીવી નેટર્કનો સમા, નિઝામપુરા, ફતેગંજ, અલકાપુરી અને ગોરવા વિસ્તારમાં વ્યવસાય કરે છે.

જયેશ પંડ્યાનો આક્ષેપ છે કે, વર્ષ 2017માં ફ્રેન્ચાઈઝી કેબલ ઓપરેટર દેવેન્દ્ર લક્ષ્મણરાવ પગાર (રહે.મરીમાતાનો ખાંચો), પ્રકાશ શાહ (રહે. ભાળેરાવ ટેકરી,ખારીવાવ રોડ), રણજીત બી ખેરે (રહે. ગણઆશરે ફ્લેટ,કલાભવન),મહેશ સાવંત (રહે. ખારીવાવ રોડ) ગૌરાંગ બ્રહ્મભટ્ટ (રહે. ઘનશ્યામનગર,માંજલપુર)ચારેયને રૂા.6.25 લાખ રૂપીયા ચેક મારફતે જયેશ પંડ્યાએ આપવા છતાં ધંધામાં નહિ જોડાઇને છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...