તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વેમાલીની જમીનમાં માલિકીનું બોર્ડ લગાવનાર 2 સામે ફરિયાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડરની જમીનમાં ઘૂસી જઇ મારી નાખવાની ધમકી આપી
  • આરોપીએ જમીનના ચોકીદાર શખ્સને પણ ધમકાવી કાઢી મૂક્યો

શહેરના વેમાલી ગામમાં આવેલી જમીનમાં 2 શખ્સોએ ઘૂસી જઇ ત્યાં જમીનની દેખરેખ કરવા માટે રહેતા યુવકને મારી નાખવાની ધમકી આપી પોતાનું બોર્ડ લગાવી દીધું હતું. તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

ગોત્રી સોનલ પાર્કમાં રહેતા બિલ્ડર ગિરીશભાઇ ભીખાભાઇ પટેલે પોલીસમાં લક્ષ્મણ નાથાભાઇ ભરવાડ (રહે.શ્રીજી પાર્ક, વારસિયા રિંગ રોડ) અને સંદીપસિંહ ઉદેસિંહ પરમાર (રહે. માધવ પાર્ક સોસાયટી, લક્ષ્મીપુરા રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, વેમાલીમાં આવેલી જમીનનો તેમનો કબજો ભોગવટો છે. આ જમીનનું કલ્પેશ લક્ષ્મણભાઇ સોલંકીએ કોર્ટમાંથી પ્રોબેટ સર્ટી મેળવ્યું હતું. ત્યારબાદ કલ્પેશ સોલંકીએ લક્ષ્મણ ભરવાડ અને સંદીપસિંહ ઉદેસિંહ સાથે મળીને જમીનનો બનાવટી વેચાણ દસ્તાવેજ કર્યો હતો, જે રદ કરાવવા તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં કોર્ટે તેમને મનાઇ હુકમ આપ્યો હતો. બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હોવાથી તેમણે તાલુકા પોલીસમાં 5 જણા સામે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ એલસીબી કરી રહી છે.

ગત 10 તારીખે જમીનની દેખરેખ માટે રાખેલા દેવેન્દ્રસિંહ રાઠોડે તેમને જાણ કરી હતી કે, રાત્રે તે સૂતો હતો ત્યારે લક્ષ્મણ અને સંદીપસિંહ લોખંડનું બોર્ડ લઇ આવ્યા હતા અને જમીનમાંથી નીકળી જા નહીતર તને પતાવી દઇશું અને તારા શેઠને પણ કહી દેજે કે આ જમીન પર ન આવે, નહીં તો તેને પણ પતાવી દઇશું, તેમ કહી ધમકી આપી બોર્ડ લગાવી દીધું હતું અને દેવેન્દ્રસિંહને જમીનની બહાર કાઢી મૂક્યો હતો.

જમીનની દેખરેખ કરવા માટે રહેતા દેવેન્દ્રસિંહને મારી નાખવાની ધમકી આપી પોતાનું બોર્ડ લગાવી દીધું હતું. તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

તાલુકા પોલીસે બનાવના સંબંધમાં વિવિધ લોકોની પુછપરછ કરી તપાસને વેગીલી બનાવી છે.બનાવના સંબંધમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...