તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Complaint Against 12 Persons After Stone Pelting, Vandalism After Personal Animosity Between Two Groups During Night Curfew In Vadodara

ઘર્ષણ:વડોદરામાં રાત્રે કર્ફ્યૂ દરમિયાન બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં છૂટ્ટાહાથની મારામારી બાદ પથ્થરમારો, નાસભાગ મચી, 12 શખસો સામે ફરિયાદ

વડોદરા7 દિવસ પહેલા
હાથીખાના અનાજ માર્કેટ પાસે આવેલા રોશનનગરમાં મોડી રાત્રે કર્ફ્યૂના સમયમાં અંગત અદાવતમાં બે જૂથો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી અને પથ્થરમારો થ
  • રોશનનગરમાં એક જ કોમના બે લોકો વચ્ચે રકઝક થતાં મામલો ઉગ્ર થઇ ગયો હતો

વડોદરા શહેરના હાથીખાના અનાજ માર્કેટ પાસે આવેલા રોશનનગરમાં મોડી રાત્રે કર્ફ્યૂના સમયમાં અંગત અદાવતમાં બે જૂથો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી અને પથ્થરમારો થયો હતો. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. કારેલીબાગ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે 12 શખસો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પથ્થરમારો થતાં વિસ્તારમાં નાસભાગ મચી ગઇ
વડોદરા શહેરના હાથીખાના અનાજ માર્કેટ નજીક આવેલા રોશનનગરમાં મંગળવારે મોડી રાત્રે નવ વાગ્યાના સુમારે અગાઉના ઝઘડાની અદાવત સાથે એક જ કોમના બે લોકો વચ્ચે રકઝક થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થઇ હતી. આ દરમિયાન બંને પક્ષોની મહિલાઓએ પણ સામસામે ભારે પથ્થરમારો કર્યો હતો. રોશનનગરમાં પથ્થરમારો થતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. પથ્થરમારો થતાં વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી.

રોશનનગરમાં એક જ કોમના બે લોકો વચ્ચે રકઝક થતાં મામલો ઉગ્ર થઇ ગયો હતો
રોશનનગરમાં એક જ કોમના બે લોકો વચ્ચે રકઝક થતાં મામલો ઉગ્ર થઇ ગયો હતો

પોલીસે 12 આરોપીઓ સામે ફરિયાદ નોંધી
દરમિયાન આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો રોશનનગરમા દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામી ફરિયાદો નોંધી 12 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મહંમદ હુસેન ઉર્ફે કાલુ હર્ષિત મિર્ઝા, શાહ નવાજ સુન્ની, ઇરફાન મલેક, સાહિલ થકેલા, શોએબ હડી, શાહરૂખ શેખ, ઇફતેખાન પઠાણ, શકીલ પઠાણ, અકીલ પઠાણ, ફેજાન શેખ અને ઈકબાલ માંજરા સહિતના આરોપીઓની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યાં હતા.

પથ્થરમારામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી
પથ્થરમારામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી
પથ્થરમારો થતાં વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી
પથ્થરમારો થતાં વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી
બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો રોશનનગરમા દોડી ગયો હતો
બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો રોશનનગરમા દોડી ગયો હતો
અન્ય સમાચારો પણ છે...