આયોજન:વિશ્વ મહિલા ફોર્મ્યુલા કાર રેસ માટે સ્પર્ધકોનો પસંદગી ટ્રાયલ લેવાયો, દેશના વિવિધ રાજયમાંથી 22 મહિલાએ ભાગ લીધો

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિંધરોટ ખાતે આવેલ ગો કાર્ટિંગ રસિંગ ટ્રેક ખાતે ટ્રાયલ શરૂ કરાયો હતો. - Divya Bhaskar
સિંધરોટ ખાતે આવેલ ગો કાર્ટિંગ રસિંગ ટ્રેક ખાતે ટ્રાયલ શરૂ કરાયો હતો.
  • સિંધરોટના ટ્રેક પર 3 દિવસ પસંદગી પ્રક્રિયા

આગામી વર્ષમાં યુ.કે. ખાતે યોજાનાર વિશ્વ મહિલા ફોર્મ્યુલા કાર રેસર સ્પર્ધામા ભારતીય મહિલા સ્પર્ધકની પસંદગી માટેનો ટ્રાયલ સિંધરોટના ટ્રેક પર શરુ થયો હતો. ત્રણ દિવસની આ પસંદગી હરિફાઈમાં માતા અને પુત્રી સહિત દેશના 8 રાજ્યની 22 યુવતીઓ ભાગ લઇ રહી છે. મહિલા ફોર્મ્યુલા રેસર માટેની સિકલેક્શન ટ્રાયલમા ભારતના વિવિધ રાજ્યોમાંથી 22 મહિલાઓ ભાગ લીધો છે. માર્ચ મહિમમાં યોજાનાર વિશ્વ ફોર્મ્યુલાજાર રેસિંગ સ્પર્ધામાં વિશ્વના 28 દેશોની મહિલા સ્પર્ધકો ભાગ લેશે. વડોદરામાં યોજાયેલ સિલેક્શન ટ્રાયલમાંથી બે મહિલાઓની પસંદગી કરાશે જે વિશ્વ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

વડોદરા નજીક સેવાસી સ્થિત એરડા રેસિંગ ટ્રેક ખાતે મહિલા સ્પર્ધકોનો 4 પ્રકારના ટેસ્ટ લેવાઇ રહ્યા છે. જેમાં કાર ચલાવવાનો, મીડિયા ઇન્ટરેક્શન , ફિટનેસ ટેસ્ટ અને રિટન ટેસ્ટનો સમાવેશ થાય છે.ભારતમાં પ્રથમ વખત મહિલા ફોર્મ્યુલા કાર સિલેક્શન ટ્રાયલ ભારતમાં અને તે પણ વડોદરા શહેરમાં યોજવામાં આવ્યો છે. તેઓને જરૂરી તાલીમ આપવામાં આવશે. પસંદગી સ્પર્ધામા 21થી 62 વર્ષ સુધીની મહિલાઓ ભાગ લીધો છે.

જેમાં ધારાશાસ્ત્રી અને તબીબી મહિલાઓ, માતા અને પુત્રી સહિત વિવિધ વિભાગોમાં જોડાયેલી યુવતીઓ ભાગ લઇ રહી છે. ઑટોગુરુ ઈન્ડિયાના સહ - સ્થાપક અને સીઈઓ અતિવ શાહે જણાવ્યું હતું કે, ફોર્મ્યુલા વુમન ઈન્ડિયા માટે કૌશલ્ય વિકાસ સાથે ભાગીદારી કરીને અમે ભારતમાંથી એવા નિપુણ ડ્રાઈવર્સને શોધીશુ.

અન્ય સમાચારો પણ છે...