તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધામણોદ ગામની પરિણીતાએ પતિ અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળી વૃક્ષ પર ગળે ફાંસો ખાઈને લટકી જઈ મોતને વ્હાલું કર્યું હતું. આ મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસુ-સસરા સામે મરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.
એક વર્ષથી પતિ તકરારો કરીને પત્ની સાથે મારઝૂડ કરતો હતો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી ગામના મનસુખભાઈ ઝવરાભાઈ બારીયાની પુત્રી નામે જશોદાબેનના લગ્ન શહેરા તાલુકાના ધામણોદ ગામના અશ્વિન અર્જુનભાઈ બારીયા સાથે અંદાજે 17 વર્ષ અગાઉ થયા હતા. તેમના લગ્ન જીવન બાદ સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે અને જશોદા તેમજ અશ્વિનનો ઘરસંસાર સારી રીતે ચાલતો હતો, પરંતુ, છેલ્લા એકાદ વર્ષથી પતિ અશ્વિન તેની પત્ની જશોદાબેનને અવાર નવાર કોઈને કોઈ બહાને ઝઘડો તકરાર કરી મારઝૂડ કરતો હતો.
પતિ અને સાસુ-સસરા માર મારતા પરિણીતા પિયરમાં ચાલી ગઇ
પિયરીયાને આ બાબતે જાણ થતાં જશોદાબેનની માતા મંગળીબેન બારીયાએ જશોદાના સાસુ-સસરાને જાણ કરતા તેઓ કહેતા હતા કે, તમારી છોકરી ખોટા વહેમ કરે છે, જેથી તમારી છોકરી પણ સારી નથી, તેવું કહેતા હતા, ત્યાર બાદ 6 માસ અગાઉ પતિ અશ્વિન, સાસુ શારદાબેન બારીયા તેમજ સસરા અર્જુનભાઈ બારીયા આ ત્રણેયએ જશોદાબેનને માર મારીને શારીરિક માનસિક ત્રાસ આપીને કાઢી મૂકી હતી, જેથી જશોદા પોતાના પિયરમાં ચાલી ગઈ હતી.
ઘર પાસેના ઝાડ સાથે દોરવા વડે ગળે ફાંસો ખાધો
બે માસ પહેલા પંચો રૂબરૂ સમાધાન થતાં જશોદાબેન સાસરીમાં આવી ગઈ હતી, પરંતુ, સમાધાન થયા પછી પણ સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક અપાતા ત્રાસથી કંટાળી મંગળવારના રોજ વહેલી સવારે જશોદાબેને સાસરીમાં પોતાના ઘર નજીક આવેલા કુવા પાસેના ખાડામાં ઝાડ સાથે દોરવા વડે ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત લાવ્યો હતો.
પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી
ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં શહેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને જશોદાબેનના મૃતદેહને ઝાડ ઉપરથી નીચે ઉતારીને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સમગ્ર બાબતે જશોદાબેનની માતા મંગળીબેન મનસુખભાઈ બારીયાએ દીકરીના પતિ અશ્વિન બારીયા, સાસુ શારદાબેન અર્જૂનભાઈ બારીયા અને.સસરા અર્જુનભાઈ સોમાભાઈ બારીયા સામે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી શહેરા પોલીસે મરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.