સ્ટુડન્ટની આત્મહત્યા:વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના MBBSના છેલ્લા વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો, પોલીસે સુસાઇડ નોટ કબજે કરી

વડોદરા6 મહિનો પહેલા
પોલીસે વિદ્યાર્થી પાસેથી મળેસી સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી
  • ગોત્રી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં તબીબી વિદ્યાર્થી કોવિડ ડ્યુટીમાં જોડાયેલો હતો, 30 એપ્રીલે તેની ડ્યુટી પુરી થઇ હતી
  • રૂમ પાર્ટનર ડ્યુટી પરથી પરત આવતા વિદ્યાર્થીએ રૂમ ન ખોલ્યો, મોબાઇલ અંદર નાખીને ફોટો લેતા ગળે ફાંસો ખાધાનું ધ્યાને આવ્યું
  • તબીબી વિદ્યાર્થીએ લખેલી સુસાઇડ નોટ ગોરવા પોલીસે કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના છઠ્ઠા માળે આવેલા રૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનો રૂમ પાર્ટનર ડ્યુટી પરથી પરત ફરતા રૂમનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. જેથી તેણે તુરંત પોલીસને જાણ કરી હતી અને દરવાજો ખોલતા જ વિદ્યાર્થી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થી પાસેથી મળેસી સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી

30 એપ્રિલે વિદ્યાર્થીની કોરોનાની ડ્યુટી પૂર્ણ થઇ હતી
રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે તબીબી વિદ્યાર્થીઓને કોરોનાની સારવારમાં જોડવામાં આવ્યા છે, ત્યારે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં તબીબ વિદ્યાર્થી સિદ્ધાર્થ ભદ્રેચા ભણતો હતો. તેને પણ કોરોનાની ડ્યુટી સોંપવામાં આવી હતી. જોકે, ગત 30 એપ્રીલે તેની ડ્યુટી પુરી થઇ ગઇ હતી અને તેનો રૂમ પાર્ટનર ડોક્ટર હાલ કોવિડની ડ્યુટી કરી રહ્યો હતો.

ગોત્રી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં તબીબી વિદ્યાર્થી કોવિડ ડ્યુટીમાં જોડાયેલો હતો, 30 એપ્રીલે તેની ડ્યુટી પુરી થઇ હતી
ગોત્રી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં તબીબી વિદ્યાર્થી કોવિડ ડ્યુટીમાં જોડાયેલો હતો, 30 એપ્રીલે તેની ડ્યુટી પુરી થઇ હતી

પાર્ટનરે દરવાજો ખખડાવતા રૂમ ન ખોલ્યો
સિદ્ધાર્થનો રૂમ પાર્ટનર મંગળવારે રાત્રે કોવિડની ડ્યુટીમાં ફરજ બજાવવા ગયો, ત્યારે બંને વચ્ચે વાતચીત થઇ હતી. જોકે, આજે સવારે રૂમ પાર્ટનર પરત ફર્યો, ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સિદ્ધાર્થે દરવાજો ખોલ્યો નહોતો. જેથી પ્રથમ સિદ્ધાર્થ ઉંઘતો હશે તેમ માનીને રૂમ પાર્ટનરે તેને ફોન કર્યો હતો. તેમ છતાં સિદ્ધાર્થે ફોન ઉપાડ્યો નહોતો.

રૂમ પાર્ટનર ડ્યુટી પરથી પરત આવતા વિદ્યાર્થીએ રૂમ ન ખોલ્યો, મોબાઇલ અંદર નાખીને ફોટો લેતા ગળે ફાંસો ખાધાનું ધ્યાને આવ્યું
રૂમ પાર્ટનર ડ્યુટી પરથી પરત આવતા વિદ્યાર્થીએ રૂમ ન ખોલ્યો, મોબાઇલ અંદર નાખીને ફોટો લેતા ગળે ફાંસો ખાધાનું ધ્યાને આવ્યું

ગોરવા પોલીસે સુસાઇડ નોટ કબજે કરી
વિદ્યાર્થીએ મોબાઇલનો ફ્રન્ટ કેમેરાનો રૂમની અંદરના ભાગે નાખ્યો હતો અને અંદરનો ફોટો પાડ્યો હતો અને મોબાઇલ બહાર કાઢી જોતા સિદ્ધાર્થનો લટકતો મૃતદેહ દેખાયો હતો. જેથી વિદ્યાર્થોએ આ અંગેની જાણ વોર્ડનને કરી હતી. જેથી તાત્કાલિક ગોરવા પોલીસ સ્થળે પર દોડી ગઇ હતી અને સિદ્ધાર્થ પાસેથી સુસાઇડ નોટ કબજે કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સિદ્ધાર્થના પરિવારમાં તેના માતા-પિતા અને બહેન છે. તેઓ માંગરોળમાં રહે છે.

તબીબી વિદ્યાર્થીએ લખેલી સુસાઇડ નોટ ગોરવા પોલીસે કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
તબીબી વિદ્યાર્થીએ લખેલી સુસાઇડ નોટ ગોરવા પોલીસે કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
ગોત્રી મેડિકલ કોલેજના MBBSના છેલ્લા વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો
ગોત્રી મેડિકલ કોલેજના MBBSના છેલ્લા વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો
અન્ય સમાચારો પણ છે...