તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Commissioner Of Police Has Issued A 'No Parking Zone' And 'Traffic Diversion' Notification On The Rathyatra Route, Find Out The Restricted And Alternative Routes In Vadodara

રથયાત્રાનું જાહેરનામુ:વડોદરામાં પોલીસ કમિશનરે રથયાત્રાના રૂટ પર 'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ બહાર પાડ્યું, જાણો પ્રતિબંધિત અને વૈકલ્પિક રસ્તાઓ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના દિવસે 40મી રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે - Divya Bhaskar
ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના દિવસે 40મી રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે
  • જાહેરનામુ સવારે 6 વાગ્યાથી લઇને 11 વાગ્યા સુધી લાગુ રહેશે

વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજના દિવસે સવારે 9 કલાકે રેલવે સ્ટેશન ખાતેથી પરંપરાગત માર્ગો પર નગરચર્યાએ નીકળશે. જેના માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રથયાત્રાના રૂટ પર 'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ બહાર પાડ્યું છે. જે સવારે 6 વાગ્યાથી લઇને 11 વાગ્યા સુધી લાગુ રહેશે.

રથયાત્રાનો રૂટ
વડોદરા શહેરના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા રેલવે સ્ટેશન નજીક હિરકબાગ પાસેથી સવારે 9 વાગ્યે નીકળશે અને એમ.એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, પંચમુખી હનુમાન મંદિર, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, અમદાવાદી પોળ, ગાંધીનગર ગૃહ, પ્રતાપ સિનેમા, સુરસાગર તળાવ, લાલકોર્ટ, વીર ભગતસિંહ ચોક, મદનઝાપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી, આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા, બગીખાના ચાર રસ્તા થઇને બરોડા હાઇસ્કૂલ ખાતે પૂર્ણ થશે.

'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ
'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ

બે કલાકમાં જ સંપન્ન કરી દેવામાં આવશે
ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના દિવસે 40મી રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતા ઈસ્કોન મંદિરના સંતો તેમજ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા સાથે રથયાત્રાને મંજૂરી આપવામાં આવતા રથયાત્રા બે કલાકમાં જ સંપન્ન કરી દેવામાં આવશે.

'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ
'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ

પોલીસ દ્ધારા રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું
વડોદરામાં રથયાત્રાને લઈને પોલીસ દ્ધારા રથયાત્રાના રૂટ રેલવે સ્ટેશનથી બગીખાના સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડોદરામાં અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પોલીસે આજે યાત્રાના રૂટ પર આવતા વિસ્તારોમાં રિહર્સલ કર્યું હતું જેમાં પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના તમામ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ રિહર્સલમાં જોડાયો હતો. કોરોના સંક્રમણને પગલે રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન કર્ફ્યૂ રહેશે.

'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ
'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ
'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ
'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ
અન્ય સમાચારો પણ છે...