શિક્ષણ:સભાને લીધે કોમર્સ બંધ રખાઇ, ક્લાસીસે વિદ્યાર્થીઓને મોકલવા માટે બસો ઉપાડી

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદીની સભાના સમય પહેલાં જ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બંધ. - Divya Bhaskar
નરેન્દ્ર મોદીની સભાના સમય પહેલાં જ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બંધ.
  • PMની સભામાં યુવાનોને ભેગા કરવા ટ્રાફિક રિસ્ટ્રિક્શનનું બહાનું

શહેરના નવલખી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વધારે સંખ્યામાં યુવાનો એકત્રિત થઈ શકે તે માટે કોમર્સ ફેકલ્ટી બંધ રાખવામાં આવી હતી. જોકે ટ્રાફિક રિસ્ટ્રિક્શન હોવાના કારણે કોમર્સ ફેકલ્ટી એફ વાય બી કોમના વર્ગો બંધ રાખવામાં આવ્યા હોવાનું ડીને જણાવ્યું હતું, બીજી તરફ ખાનગી કોચિંગ ક્લાસીસ દ્વારા પણ વિદ્યાર્થીઓની બસો ઉપાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા શહેરમાં ચૂંટણીના પ્રચાર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જનમેદની એકઠી કરવા માટે શહેર ભાજપ સંગઠન દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.

એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના વર્ગો બપોરે 3:00 વાગે શરૂ થતા હોવાથી એફવાય બીકોમ બંધ રાખવામાં આવ્યું હતું. કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સયાજીગંજ અને ફતેગંજ કેમ્પસની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક રિસ્ટ્રિક્શન હોવાથી વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે એફવાય બી કોમના વર્ગો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

જો કે બીજી તરફ યુવા મતદાર એવા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદીની જાહેર સભામાં હાજરી આપે તે માટે ખાનગી કોચિંગ ક્લાસીસ સંચાલકોને પણ બસોની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે સંખ્યાબંધ કોચિંગ ક્લાસીસ દ્વારા બસો ઉપાડાઇ હતી. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈપણ કોચિંગ ક્લાસીસના સંચાલકો દ્વારા વાત કરવામાં આવી ન હતી. કોમર્સ વિદ્યાર્થી આગેવાનો જણાવ્યું હતું કે, ખાનગી કોચિંગ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓને સભા સ્થળે લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે જ એફવાય બીકોમના વર્ગો બંધ રાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...