તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોમર્સ ફેકલ્ટીને ફૂલોથી શણગારાઈ, પૂર્વ વિદ્યાર્થીઓએ ડાન્સ કર્યો, ઢોલ-નગારા સાથે અધ્યાપકોને આવકાર્યા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષકોનું શાલ ઓઢાડી બહુમાન, મ.સ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના 1979ની બેચના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
શિક્ષકોનું શાલ ઓઢાડી બહુમાન, મ.સ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના 1979ની બેચના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
  • કોમર્સ ફેકલ્ટીની 1979ની બેચના વિદ્યાર્થીઓએ પૂર્વ શિક્ષકોનું સન્માન કર્યું

આજે શિક્ષક દીન નિમિત્તે કોમર્સ ફેકલ્ટીમાં 1979ની સાલની બેચના વિદ્યાર્થીઓએ તેમના સમયે જે અધ્યાપકો હતા તેમનો સન્માન સમારંભ યોજ્યો હતો અને તેમનું લાલ જાજમ પાથરીને સ્વાગત કર્યું હતું. 180 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાંથી 120 પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 12 અધ્યાપકોનું સન્માન કરાયું હતું. પૂર્વ વિદ્યાર્થી અને એડવોકેટ અનિલ પટેલે જણાવ્યું હતું કે, ફેકલ્ટીને ફૂલોથી શણગારવામાં આવી હતી.

સવારે બ્રેક ફાસ્ટ બાદ તમામ પૂર્વ વિદ્યાર્થીઓ નાચ્યાં હતા અને કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા અધ્યાપકોનું ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમને લાલ જાજમ પાથરીને ક્લાસમાં લઇ જવાયાં હતા. આજના કાર્યક્રમમાં અનેક લોકો 40 વર્ષ બાદ ભેગા થયા હતા. પૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત ડીવાયએસપી અજય ગખ્ખરે જણાવ્યું હતું કે, તમામ પૂર્વ વિદ્યાર્થીઓએ જે ક્લાસરૂમમાં બેસતા હતા ત્યાં જ બેસીને જૂની યાદો વાગોળી હતી.

વર્ષો પછી વિદ્યાર્થીઓ ભેગા થયા હોવાના કારણે તમામે પોતાની ઓળખ આપી હતી. ત્યાર બાદ શિક્ષકોને શાલ ઓઢાડી બુકે તથા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. કોમર્સના ડીન કેતન ઉપાધ્યાયે શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...