વિદ્યાર્થીઓ પરેશાન:કોમર્સના છઠ્ઠા સેમનું પરિણામ હજુ નહિ મળે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજા-પાંચમા સેમનું પરિણામ સત્તાધીશોએ આપ્યું નથી, એટીકેટીની પરીક્ષા સમયે ના થતાં વિદ્યાર્થીઓ પરેશાન

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી પ્રથમ, ત્રીજા અને પાંચમા સેમીસ્ટરની પરીક્ષા લેવામાં આવી નથી. જેને પગલે જે વિદ્યાર્થીઓના આ બે વિષયની પરીક્ષા બાકી હશે તો તે વિદ્યાર્થીઓના છઠ્ઠા સેમીસ્ટરનું પરિણામ જાહેર નહિ થાય.

કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી એટીકેટીના અમુક વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી નથી. પ્રથમ, ત્રીજા અને પાંચમા સેમીસ્ટરની પરીક્ષા લેવામાં આવી નથી. અંદાજીત 500થી 600 જેટલા વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષાઓ બાકી છે. જેમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે છઠ્ઠા સેમીસ્ટરની પરીક્ષા આપી છે પણ તેમની ત્રીજા અને પાંચમા સેમીસ્ટરની પરીક્ષા લેવાઇ ના હોવાથી તેમનું છઠ્ઠા સેમીસ્ટરનું પરિણામ અટકી જશે. 6 મહિના પહેલા આ પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં અમુક વિદ્યાર્થીઓ કોઇને કોઇ કારણોસર પરીક્ષા આપી શકયા ના હતા.

જેથી આ વિદ્યાર્થીની પરીક્ષા ફરીથી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે હજુ સુધી પરીક્ષા લેવામાં આવી નથી જેના પગલે વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. આગામી સમયમાં આ વિદ્યાર્થીઓની પરીક્ષા કયારે લેવામાં આવશે તે અંગે કોઇ જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી. જે વિદ્યાર્થીઓએ છઠ્ઠા સેમીસ્ટરની પરીક્ષા આપી હશે અને તેમની ત્રીજા અને પાંચમા સેમીસ્ટરની પરીક્ષા નહિ લેવાય અને પરિણામ જાહેર નહિ થાય ત્યાં સુધી તેમને છઠ્ઠા સેમીસ્ટરનું પરિણામ જાહેર નહિ થઇ શકે.

અત્રે ઉલ્લેખનિય છે કે, એટેકેટીની પરીક્ષાઓ ઓનલાઇન મોડથી લેવામાં આવી હતી. જેમાં ઘણાં વિદ્યાર્થીઓને લોગીન કરવામાં પણ સમસ્યા સર્જાઇ હતી. જેને કારણે વિદ્યાર્થીઓને એટીકેટી આવી હતી. જેને પગલે કોમર્સ ફેકલ્ટીના સત્તાધિશોએ આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જુલાઇ પુરો થવા છતાં આ પરીક્ષાઓ યોજાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...