તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:GSFC યુનિવર્સિટીમાં કોવિડ પછીના સમય માટે સ્વાસ્થ્યનો ખાસ કોર્સ શરૂ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા સત્રથી કોર્સ લાગુ કરાયો, સંપૂર્ણ કોર્સ 30 કલાકનો રહેશે જેમાં 2 ક્રેડિટ ફરજિયાત

જીએસએફસી યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ માટે ‘હેલ્થ ઍન્ડ હાઇજિન ઇન પોસ્ટ કોવિડ એરા’નો એક ખાસ અભ્યાસક્રમ શરૂ કર્યો છે, જેમાં કોવિડની મહામારી પછીના સમયમાં સ્વાસ્થ્ય સંબંધિત મહત્ત્વના મુદ્દાઓ સાથે કામ કરતાં શીખવવામાં આવશે. આ કોર્સ 2 ક્રેડિટ સાથે ફરજિયાત રહેશે.યુનિવર્સિટીની ફેકલ્ટી ટીમે 30 કલાકનો સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે, જેમાં વિદ્યાર્થીઓને મહામારીનું વિજ્ઞાન (એપિડિમિઑલોજિક) સમજવાની સાથે મુખ્ય મહામારીનાં કાર્યો અને સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવહારમાં તેની ઉપયોગીતાની ઓળખ કરવામાં મદદ કરશે.

આ કોર્સ ચેપી રોગોનો ઉદભવ, આધુનિક જીવનશૈલી અને માઈક્રોબિયલ દુનિયા સાથેનો સંબંધ સમજવામાં મદદ કરશે. તંદુરસ્ત જીવન જીવવાની પદ્ધતિઓ શીખવવાના સંદર્ભમાં આ કોર્સનું સૌથી મહત્ત્વનું પાસું છે.આ કોર્સ અંગે યુનિવર્સિટીના ડૉ. નિખિલ ઝવેરીએ કહ્યું હતું કે, આપણે બદલાતી દુનિયાને યોગ્ય સમયે પ્રતિક્રિયા નહીં આપીએ અને સમાજ સામે પ્રસ્તુત થતી તત્કાલ આવશ્યકતાને અનુરૂપ બદલાવ નહીં કરીએ તો કર્તવ્યમાં નિષ્ફળ સાબિત થઈશું. સુસંગત અને અર્થપૂર્ણ શિક્ષણ આપવા ‘રીડ ઍન્ડ રિસ્પોન્ડ ડાયનેમિઝમ’ ખૂબ જરૂરી છે.

અમારા વિદ્યાર્થીઓ હેલ્થ ઍન્ડ હાઈજિનના ક્ષેત્રમાં યોગ્ય રીતે શિક્ષણ પ્રાપ્ત કરશે તો પોતાનું જીવન તો સ્વસ્થ બનાવવા તૈયાર થશે જ સાથે બીજાના જીવનને પણ સ્વસ્થપૂર્ણ બનાવવામાં મદદ કરશે. અમે બેઝિક નર્સિંગ સ્કીલના કોર્સને પણ 2 ક્રેડિટ કોર્સ તરીકેશરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ, જ્યાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવારમાં વિલંબને રોકવા અને સારવારની નિષ્ફળતાઓથી બચાવવા માટે પ્રાથમિક સારવારના પ્રયોગો શીખવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...