પોલીસની અપીલ:વડોદરામાં વ્યાજખોરો સામે પુરાવા લઇને લોક દરબારમાં આવો, અધિકારીઓ સાંભળશે ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની સૂચના બાદ વડોદરામાં વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં હવે લોકોને વ્યાજખોરો સામે કોઇ પુરાવા હોય તો લોક દરબારમાં આવી સીધા પોલીસ અધિકારીઓને તે અંગે ફરિયાદ કરી શકે છે. આ માટે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો વિસ્તાર પ્રમાણે લોક દરબાર યોજવામાં આવશે.

વડોદરા પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. ક્યા વિસ્તારમાં ક્યારે લોક દરબાર યોજાશે તેની વિગત નીચે પ્રમાણે છે.

  • મકરપુરામાં ACP એફ ડિવિઝન 10 જાન્યુઆરી
  • માંજલપુરમાં ACP એફ ડિવિઝન 11 જાન્યુઆરી
  • DCP ઝોન-3 દ્વારા માંજલપુર અને મકરપુરામાં 12 જાન્યુઆરીએ લોક દરબાર યોજાશે
  • વાડીમાં ACP ઇ-ડિવિઝન 10 જાન્યુઆરી
  • પાણીગેટમાં ACP ઇ-ડિવિઝન 17 જાન્યુઆરી
  • DCP ઝોન-3 દ્વારા 20 જાન્યુઆરીએ વાડી અને પાણીગેટમાં લોક દરબાર યોજાશે
  • 11 જાન્યુઆરીએ રાવપુરામાં બપોરે 12થી 1 અને ગોત્રીમાં બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન લોક દરબાર યોજાશે
  • નંદેસરીમાં પોલીસ સ્ટેશનની બાજુમાં જલારામ મંદિર ખાતે 9 જાન્યુઆરીએ લોક દરબાર
  • 10 જાન્યુઆરીએ ફતેગંજમાં બપોરે 12થી 1 અને ગોરવામાં બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન લોક દરબાર યોજાશે
અન્ય સમાચારો પણ છે...