તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Collector Instructs MGVCL To Provide Uninterrupted Power Supply To 7 Oxygen Plants In Vadodara, 55 Employees Appointed In Plants control Room

ઓક્સિજન પ્લાન્ટ્સને અવિરત વીજ પૂરવઠો:વડોદરાના 7 ઓક્સિજન પ્લાન્ટને સતત વીજ પૂરવઠો આપવા કલેકટરે MGVCLને સૂચના આપી, પ્લાન્ટ્સ-કંટ્રોલરૂમમાં 55 કર્મચારીની નિમણૂંક

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા MGVCL અને જેટકોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી - Divya Bhaskar
વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા MGVCL અને જેટકોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી
  • ટ્રીપિંગ થાય તો વૈકલ્પિક વીજ પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી છે

હાલ કોરોનાની સારવાર માટે ઓક્સિજન પુરવઠો સતત જળવાય તે જરૂરી છે. ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા જિલ્લામાં આવેલા 7 ઓક્સિજન પ્લાન્ટને સતત વીજપ્રવાહ મળતો રહે તે સુનિશ્ચિત કરતાં જરૂરી પગલાં લેવા MGVCLને સૂચના આપી છે.

કલેક્ટરે MGVCL અને જેટકોના અધિકારીઓ સાથે બેઠક કરી
કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર ઓક્સિજન મળી રહે તે હેતુથી વડોદરા જિલ્લામાં કાર્યરત મેડિકલ ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ યુનિટ, રીટેઈલર તથા રિફિલર્સને ત્યાં અવિરતપણે વીજળી ચાલુ રહે તે માટે કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા MGVCL અને જેટકોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેના અમલરૂપે 7 ઓક્સિજન પ્લાન્ટ ખાતે વીજ પુરવઠાની જાળવણી અને દેખરેખ માટે પાળીવાર કામગીરી માટે કુલ 19 વિદ્યુતકર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેની સાથે ટ્રીપીંગ ટાળવા માટે વૈકલ્પિક વીજ પ્રવાહની વ્યવસ્થા સહિત પગલાં લેવામાં આવ્યા છે.

ઓકિસજનનો પુરવઠો અવિરત મળી રહે તેવી તમામ વ્યવસ્થાઓ કરાઇ
ઉલ્લેખનીય છે કે, MGVCL(શહેર) અને ગ્રામ્યના અધિક્ષક ઈજનેરો-જેટકો સાથે બેઠક કરીને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. બેઠકમાં ઓક્સિજન પુરા પાડતા હોય તેવા પ્લાન્ટસ યુનિટમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તે મુજબની સુવ્યવસ્થા ગોઠવવાનું જણાવવામાં આવ્યું હતુ. MGVCL દ્વારા સંબંધિત પ્લાન્ટ/યુનિટ પર MGVCLના કર્મચારી અને અધિકારીને રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવા હુકમ કરવામાં આવ્યો છે. ગોઠવવામાં આવેલા આ શેડ્યુલ મુજબ કોઈ પણ સમયે પ્લાન્ટ/યુનિટ ખાતે એક કર્મચારી ઉપલબ્ધ રહેશે અને પાવર સપ્લાય સતત ચાલુ રહે તે અંગે મોનિટરિંગ કરશે. વીજ પુરવઠામાં કોઈ ખામી ઉદભવશે તો તાત્કાલિક તે પૂર્વવત થાય તેની પૂરતી કાળજી લેશે, જેથી ઓકિસજનનો પુરવઠો અવિરત મળી રહે તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

MGVCL દ્વારા 7 પ્લાન્ટટમાં 19 કર્મચારીઓની નિમણૂંક
મહત્વનું છે કે, આ માટે MGVCL દ્વારા કુલ 7 પ્લાન્ટ યુનિટમાં શિફ્ટ વાઈઝ 19 કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. તદઉપરાંત, જેટકો દ્વારા સબસ્ટેશનથી યુનિટ/પ્લાન્ટ સુધી વીજપુરવઠો પૂરી પાડતી 11 કેવીની વીજલાઈન પર જેટકોના અધિક્ષક ઈજનેર દ્વારા સતત મોનિટરીંગ થાય તે માટે તમામ પ્લાન્ટ યુનિટ માટે કુલ 12 કંટ્રોલ રૂમમાં કુલ 36 કર્મચારી/અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ટ્રીપીંગ થાય તેવા સંજોગોમાં પણ અલ્ટરનેટ વીજપ્રવાહની પણ વ્યવસ્થા તેઓ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...