તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:કોલ્ડવેવના પગલે આજે ઠંડીનો પારો 120 રહેશે, ઠંડા પવનોની અસરથી ઠંડીની તીવ્રતા વધી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 31 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી

શહેરમાં ઠંડા પવનોને પગલે સોમવારથી ઠંડીની તીવ્રતામાં વધારો થાય તેવું અનુમાન હવામાન શાસ્ત્રીઓ કરી રહ્યા છે. 31 ડિસેમ્બર સુધીમાં શહેરમાં કોલ્ડવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે પહેલેથી જ આપી છે.હવામાન શાસ્ત્રી અંકિત પટેલના મતે વડોદરામાં 31 ડિસેમ્બર સુધી કોલ્ડવેવની અસરના પગલે પારો 10 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે. વડોદરામાં 2018માં 29 ડિસેમ્બરે પણ કોલ્ડવેવના પગલે પારો 7 ડિગ્રી નોંધાયો હતો. બે વર્ષ બાદ 2020માં પણ પારો સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં 27 ડિસેમ્બરના રોજ મહત્તમ તાપમાનનો પારો 29.2 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 86 ટકા અને સાંજે 37 ટકા નોંધાયું હતું. જ્યારે ઉત્તર-પશ્ચિમ દિશાથી 9 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. 28 ડિસેમ્બરના રોજ પારો 12 ડિગ્રી રહેવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો