કોરોના બેકાબૂ:ઠંડી - વરસાદથી શરદી અને ખાંસીના કેસ વધશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલનો માહોલ વાઇરસ-વિષાણુ માટે અનુકૂળ
  • 18થી 25 ડિગ્રી તાપમાનમાં વાઇરસનો ગ્રોથ

શહેરમાં ઠંડી સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. જે વાઇરસ અને રોગના વિષાણુઓના ફેલાવા માટે ખૂબ જ અનુકૂળ હોય છે. જેથી ખાંસી-શરદીના કેસોમાં વધારો નોંધાશે. તબીબોના જણાવ્યા મુજબ 18થી 25 ડિગ્રી તાપમાનમાં વાઇરસનો ગ્રોથ સૌથી સારો હોય છે. એમાંય ઓછું તાપમાન અને વરસાદનું કોમ્બિનેશન રોગચાળાની દૃષ્ટિએ સૌથી ખતરનાક હોય છે. વાઇરસની સંખ્યા ઝડપથી વધે છે.ં સપાટી પરના વાઇરસ સૂર્યપ્રકાશ ન હોવાથી સપાટી પર લાંબો સમય સુધી રહે છે. જેને પગલે કોરોના જ નહીં ખાંસી-શરદી સહિતના રોગોનો ફેલાવો થવાની શક્યતા વધુ હોય છે. સંક્રમણ તજ્જ્ઞ ડો. હિતેન કારેલિયાએ જણાવ્યું કે, ‘હાલમાં યુરોપિય દેશો જેવી સ્થિતિ છે. ત્યાં કેસો વધ્યા છે. જો શુક્રવારે સંક્રમણ થશે તો લોકો શનિ-રવિની રજામાં ઘરે રહેશે તેમજ દવાઓ કરશે. એક જ રૂમમાં પાંચેક લોકો બેસે અને એક પણ સંક્રમિત હોય તો તે અન્યોને ચેપ લાગી શકે છે.

કમોસમી વરસાદ થતાં પોંકને નુકસાન
ખડૂત અગ્રણી ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદના પગલે શિયાળામાં ખવાતા પોંક (જુવાર)ના પાકને નુકશાન પહોચ્યું છે. બીજી તરફ જો વધુ વરસાદ પડશે તો ઘઉંનું બિયારણ ફેલ જશે. બીજી તરફ સરગવાના ફુલ પડી જતા સરગવાને પણ નુકશાન પહોચ્યું છે.આ ઉપરાંત કપાસ તેમજ પશુઓ માટેનો સુકો ઘાસચારો પલડવાથી ખેડૂતોને ભારે નુકશાન ગયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી નિતીન વસાવાએ જણાવ્યું હતું કે કરજણ,શિનોર અને ડભોઈમાં અંદાજીત 80 હજાર હેક્ટર હેક્ટરમાં કપાસ વાવણી થાય છે હાલ જે કપાસ ખેતરમાં ઉભો હશે તેને જ નુકશાન પહોચશે.

ભેજથી ઠંડી ન વધી, તાપના અભાવે ગરમી ઘટી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સંપૂર્ણ દિવસ ભેજ રહ્યો હતો. આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ રહેતાં લઘુતમ તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલો વધી 19 ડિગ્રી નોંધાયો છે. તે જ પ્રમાણે દિવસે સૂર્યનાં કિરણો ધરતી પર ન પડતાં અને વરસાદના પગલે મહત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રી ઓછો નોંધાયો હતો. - અંકિત પટેલ, હવામાન શાસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...