મુખ્યમંત્રી શનિવારે શહેરના મહેમાન બનશે. નવલખી મેદાન પર મહિલા-બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ યોજનાના હુકમ વિતરણ, શક્તિ મેળો, આંગણવાડી કેન્દ્રો અને ઘટક કચેરીના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત પાલિકાનાં 200 કરોડથી વધુનાં કામોનું અનાવરણ કરાશે.
પાલિકાનાં 242 કરોડનાં કાર્યનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાશે. તેઓ વિકાસ કાર્યોની સમીક્ષા કરનાર હોવાથી મ્યુ.કમિ.શાલિની અગ્રવાલે પ્રેઝન્ટેશન તૈયાર કરાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2 મિકેનિકલ પંપિંગ મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટેશન, હરીનગર ટાંકી ખાતે નવા સંપ, બાપોદ ટાંકી ખાતે ભૂગર્ભ સંપ, નવા વિસ્તારમાં નેટવર્ક, હરણીમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ, જ્યારે જ્યુપીટર ચાર રસ્તા સુધી નવી ડ્રેનેજ લાઇન, નવા રેલવે ઓવરબ્રિજ પાસે ડ્રેનેજ લાઇન શિફ્ટ કરવાના કામ, આરસીસી વરસાદી ગટરના કામનું ખાતમુહૂર્ત કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.