મુલાકાત:CM આજે પ્રબોધ સ્વામી જૂથના કાર્યક્રમમાં હાજરી આપશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગુરુભક્તિ મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિને લઈને પ્રેમસ્વરૂપ જૂથમાં સોંપો

હરિધામ સોખડામાં બે જૂથો વચ્ચે ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રવિવારના રોજ શહેરના આજવા રોડ ખાતે આયોજિત પ્રબોધમ જૂથના ગુરુભક્તિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. જેને લઈને પ્રેમસ્વરૂપ જૂથમાં સોંપો પડી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પ્રબોધ સ્વામી અને તેમના સંતો દ્વારા 22 મેના રોજ શહેરના આજવા રોડ પર આવેલા અનસુયા લેપ્રસી મેદાન ખાતે સાંજે 7થી 10 વાગ્યા દરમિયાન ગુરુભક્તિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં 61 હજાર હરિભક્તોની હાજરી રહેશે. જ્યારે બીજી તરફ આ જ દિવસે પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામી જૂથ દ્વારા સુરતના ચંદનબા ફાર્મ ખાતે 50 હજારથી વધુ હરિભક્તોની હાજરીમાં ગુરુહરી પ્રાગટ્ય મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આમ બંને પક્ષો દ્વારા રવિવારના રોજ શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...