શહેરીજન સુખાકારી સેવા યજ્ઞ:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં 62.59 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઓનલાઇન લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યસ્તરના કાર્યક્રમના સ્થળેથી વડોદરા મહાનગરપાલિકા આયોજિત રૂ.62.59 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યસ્તરના કાર્યક્રમના સ્થળેથી વડોદરા મહાનગરપાલિકા આયોજિત રૂ.62.59 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
  • વડોદરા મહાનગરપાલિકાને 91 કરોડ રૂપિયાનું વિકાસલક્ષી ભંડોળ મળ્યું

5 વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર સયાજી નગરગૃહમાં આયોજિત શહેરી જન સુખાકારી સેવા યજ્ઞ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યસ્તરના કાર્યક્રમના સ્થળેથી વડોદરા મહાનગરપાલિકા આયોજિત રૂ.62.59 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ઉપક્રમે રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને ઓનલાઇન રૂ.1 હજાર કરોડના ચેકનું વિકાસકામો માટે વિતરણ કર્યું હતું. જેમાં વડોદરાને રૂ.91 કરોડનું ભંડોળ વિકાસ માટે મળ્યું હતું.

રાજ્ય સરકારના સંવેદનાસભર આયોજન માટે સાંસદે ધન્યવાદ આપ્યા
આ પ્રસંગે વડોદરામાં મહિલાઓ અને બાળકો માટેની અલાયદી હોસ્પિટલ બનાવવાના રાજ્ય સરકારના સંવેદનાસભર આયોજન માટે ધન્યવાદ આપતાં સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી 5 વર્ષથી લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યાં છે અને વડોદરાના લોકોની જરૂરિયાતો ધ્યાનમાં લઇને વિકાસ આયોજનોનો લાભ આપ્યો છે.

વડોદરા મહાનગરપાલિકાને 91 કરોડ રૂપિયાનું વિકાસલક્ષી ભંડોળ મળ્યું
વડોદરા મહાનગરપાલિકાને 91 કરોડ રૂપિયાનું વિકાસલક્ષી ભંડોળ મળ્યું

મુખ્યમંત્રી સંવેદનશીલતા સાથે ગુજરાતને વિકાસના માર્ગે લઈ જઈ રહ્યાં છે
તેમણે પૂરની મુશ્કેલી ન ઉભી થાય તે માટે ભૂખી કાંસની સફાઇની કામગીરીનો ઉલ્લેખ કરતાં, પૂર નિવારણ માટે વિશ્વામિત્રીને પહોળી અને ઊંડી કરવાની રજૂઆતના મુખ્યમંત્રી દ્વારા સ્વીકાર અને મહાનગરપાલિકા દ્વારા કામગીરીની શરૂઆતને આવકારી હતી. તેમણે વડોદરાના વિકાસમાં સંગઠનોની ભૂમિકા અને યોગદાનને બિરદાવ્યું હતું અને કોરોનામાં ટીમ વડોદરાની કામગીરી અને સફાઈ સેવકો, આશા બહેનો, આંગણવાડી કાર્યકરોની સમર્પિત સેવાઓને વખાણી હતી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી સંવેદનશીલતા સાથે ગુજરાતને વિકાસના માર્ગે લઈ જઈ રહ્યાં છે.

ગુજરાતમાં માઇક્રો ટનલીંગની પહેલ વડોદરાથી થઈ છે
ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ વારસારૂપ તળાવોની જાળવણી અને સુધારણાના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતમાં માઇક્રો ટનલીંગની પહેલ વડોદરાથી થઈ છે. કોરોના કટોકટીમાં કોર્પોરેશન આટલું સારું કામ કરી શકે તેની અનુભૂતિ થઈ. વિકાસકામોના અમલીકરણમાં ઝડપ જાળવીએ એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે,તંત્ર સાથે સંકલન જાળવીને કામ કરવાથી આત્માને સંતોષ થાય તેવા કામો થઇ શકે છે. તેમણે મનપા સંચાલિત શાળાઓમાં પ્રવેશ મેળવવા ધસારો થઈ રહ્યો એને ઉદાહરણ રૂપ ગણાવ્યું.

વડોદરાના વિકાસમાં સંગઠનોની ભૂમિકા અને યોગદાનને બિરદાવ્યું હતું
વડોદરાના વિકાસમાં સંગઠનોની ભૂમિકા અને યોગદાનને બિરદાવ્યું હતું

વડોદરા મહાનગરપાલિકાને 91 કરોડ રૂપિયાનું વિકાસલક્ષી ભંડોળ મળ્યું
આજે વડોદરા મહાનગરપાલિકાને રાજ્ય સરકાર જન સુખાકારી વધારવાના કામો માટે રૂ.91 કરોડનો ચેક આપશે, તેવી જાણકારી આપતાં મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, આપણે સ્માર્ટ શહેરી વિકાસની દિશામાં આગળ વધી રહ્યાં છે, જેના હેઠળ બાંધકામના કાટમાળનું રિસાઇક્લીંગ, ઇન્ટીગ્રેટેડ પરિવહન પ્રણાલી, ડ્રેનેજમાં માઇક્રોટનલીંગ, સ્વચ્છતા જાળવણીમાં નવા આયામો સહિતની અનેકવિધ પહેલો કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર શહેરી ઝોનમાં 50 પથારીની ચાર નવી હોસ્પિટલોના નિર્માણ, ચાર મુખ્ય રસ્તાઓના નવીનીકરણ, 75 શહેરી વિવિધ વિકાસ આયોજનોની તેમણે જાણકારી આપી હતી.

અમે વડોદરા શહેરના વિકાસ માટે કટિબદ્ધ છીએ
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આજે પણ મુખ્યમંત્રીએ ઓનલાઇન વડોદરા મહાનગરપાલિકા વિસ્તારના અંદાજે રૂ.62.59 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. અમે વડોદરા શહેરના વિકાસ માટે કટિબદ્ધ છીએ.

અન્ય સમાચારો પણ છે...