નિમણૂક પત્ર:આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુખ્યમંત્રીએ વડોદરાથી પ્રારંભ કરાવ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની મહિલાઓ અને બાળકોના વિકાસ માટે સમાજ અને સરકારની વિશેષ જવાબદારી છે- ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુખ્યમંત્રીએ વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યની મહિલાઓ અને બાળકોના વિકાસ માટે સમાજ અને સરકારની વિશેષ જવાબદારી છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એક હજાર દિવસની કાળજી, માં-બાળક આજીવન રાજી એ ધ્યેયને સાકાર કરવા રાજ્ય સરકારે બજેટમાં રૂ. 800 કરોડની ફાળવણી કરી છે. જેમાં સુપોષિત માતા-સ્વસ્થ બાળક યોજના હેઠળ એક હજાર દિવસ સુધી સગર્ભા બહેનોને પોષક આહાર આપવાનો રાજ્ય સરકારે મહિલાલક્ષી ઉદ્દાત નિર્ણય કર્યો છે. તેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના પ્રથમ દિવસથી જ દેશ અને દુનિયાને બતાવી દીધું છે કે, દ્રઢ નિર્ણય શક્તિ અને સૌને સાથે લઇ વિકાસની ગતિ કેમ બમણી કરી શકાય. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાત પણ વડાપ્રધાનના દિશાદર્શનમાં વિકાસ તરફ વધુ તેજ ગતિથી આગળ વધે તેવો અમારી ટીમનો પ્રયાસ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત ઝોનના સાત જિલ્લાઓ અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં 1416 આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં 7000 જેટલા આંગણવાડી કાર્યકર અને તેડાગરોની ભરતી ફક્ત બે માસના ટૂંકાગાળામાં ઓનલાઇન પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુખ્યમંત્રીએ વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે, તેમ કહેતા ઉમેર્યું કે, વિકાસનું ગ્રોથ એન્જીન ત્યારે જ કહી શકાય કે વિકાસના ફળ છેવાડના માનવી સુધી પહોંચે અને વંચિત વર્ગ પણ તેની અનુભૂતિ કરે. તેથી સૌના વિકાસ માટે આ સરકાર સતત ઉદ્દમશીલ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ગુજરાતના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની બાબત રહેલી છે. રાજ્યના તમામ બાળકો સુશિક્ષિત બને તે માટે આંગણવાડીથી લઇ ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સુદ્રઢ માળખું ઉભું કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોનું પ્રાથમિક શિક્ષણથી જ સ્થાયીકરણ થાય એ માટે રાજ્ય સરકારના પ્રયત્નોને પરિણામરૂપ આજે ડ્રોપઆઉટ રેશિયો નજીવો રહ્યો છે.

મુખ્યમંત્રીએ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત શક્તિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. શક્તિ મેળામાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થશે. આ મેળાની નગરજનો શહેરના નવલખી મેદાન ખાતે તા.30 મે સુધી મુલાકાત લઈ શકશે. મુખ્યમંત્રી એ સગર્ભા માતાઓને પોષણકીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી પત્રો, ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય મંજૂરી પત્રો, મહિલા ઉદ્યમીઓનું સન્માન, સ્વ.સહાય જૂથોને લોન વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાના લાભોનું વિતરણ કરવા સાથે દિવ્યાંગ સાધન સહાય, વડોદરા શહેર જિલ્લામાં રૂ.૪૫૫ લાખના ખર્ચે નિર્માણ થયેલ 61 આંગણવાડી કેન્દ્રોના ડિજિટલ લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ વડોદરા મહાનગરપાલિકાના જનસુખાકારીના રૂ. 24 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ડિઝીટલી લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...