આરોગ્ય:CM સેવા સેતુ યોજના હેઠળ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 નિષ્ણાંત સર્જન અને 4 વિશેષજ્ઞ તબીબોની સેવાઓ શરૂ કરાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સયાજી હોસ્પિટલ(ફાઇલ તસવીર)
  • જરૂરિયાતમંદ લોકોને તેમની સેવાઓનો લાભ લેવા તબીબી અધિક્ષકે અનુરોધ કર્યો

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે બે નિષ્ણાંત સર્જન અને વિવિધ રોગોના 4 વિશેષજ્ઞ તબીબોની નિદાન સેવાઓ CM સેતુ યોજના હેઠળ ઉપલબ્ધ કરાવી છે. સામાન્ય રીતે આ ઉચ્ચ કક્ષાના તબીબોની ખાનગી દવાખાનાઓમાં સેવાઓ લેવી હોય તો મોટી ફી ચુકવવી પડે છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકો તેનો વિનામૂલ્યે લાભ લઈ શકશે. સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે તેમની સેવાઓનો નિર્ધારિત દિવસોમાં લાભ લેવા અનુરોધ કર્યો છે.

કયા તબીબ ક્યારે ઉપલબ્ધ રહેશે
આ પૈકી સર્જરી વિભાગ હેઠળ બાળ રોગ સર્જન ડો.કશ્યપ પંડ્યા સોમવારે અને ગુરુવારે સવારના 9થી 11 વાગ્યા સુધી અને ગેસ્ટરો ઇન્ટેસ્ટીનલ સર્જન ડો.જીતેન્દ્ર મિસ્ત્રી મંગળવારના રોજ બપોરના 3થી 5 અને શનિવારના રોજ સવારના 9થી 11 વાગ્યા સુધી મળશે.

જ્યારે મેડીસીન વિભાગ હેઠળ નેફ્રોલોજીના તજજ્ઞ ડો.ધવલ ખેતિયા મંગળવાર, બુધવાર અને શુક્રવારે સવારના 11થી બપોરના 2 વાગ્યા સુધી, કાર્ડિયોલોજીના તજજ્ઞ ડો.પવન રોય સોમવાર, બુધવાર અને શુક્રવારે બપોરના 3 થી સાંજે 6 વાગ્યા સુધી, ગેસ્ટ્રોએન્ટેરોલોજીના તજજ્ઞ ડો.ધવલ દવે સોમોવાર, ગુરુવાર અને શનિવારે બપોરના 3 થી સાંજે 6 વાગ્યા સુધી અને ન્યુરોલોજીના તજજ્ઞ ડો.સુરોવિત ભૌમિક સોમવાર અને ગુરુવારે સવારના 9 થી બપોરે 12 વાગ્યાના સમય દરમિયાન મળશે. તેની સૌને નોંધ લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...