તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • CM Rupani Took Stock Of The Situation In Vadodara, After The Meeting, The Mayor Said: "The Situation In The City Is Very Delicate, People Should Follow The Rules."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન કોન્ફરન્સ:CM રૂપાણીએ વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યો, બેઠક બાદ મેયરે કહ્યુંઃ 'શહેરની પરિસ્થિતિ અત્યંત નાજુક છે, લોકો નિયમોનું પાલન કરે'

વડોદરાએક મહિનો પહેલા
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડોદરાના મેયર કેયૂર રોકડિયા(ફાઇલ તસવીર).
  • રેમડેસિવિર ઇન્જેકશનની ડિમાન્ડ અને સપ્લાઇ ચેન તૂટતાં હાલાકી, 3 દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશેઃ મેયર
  • હાથીખાના, મંગળબજાર સહિતનાં ભીડભાડવાળાં બજારો અંગે વેપારી મંડળ સાથે મીટિંગ બાદ યોગ્ય નિર્ણય લેવાશે

વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે ફેલાયું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે અને વિવિધ મુદ્દાઓને લઈને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઇન કોન્ફરન્સ યોજી વડોદરા શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વીડિયો-કોન્ફરન્સ બાદ મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે વડોદરાની પરિસ્થિતિ અત્યંત નાજુક છે. નગરજનોને અપીલ છે કે નિયમોનું પાલન કરે. રેમડેસિવિર ઇન્જેક્શનના ડિમાન્ડ-સપ્લાઇની વ્યવસ્થા ખોરવાઇ છે, પરંતુ ત્રણ દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશે.

વડોદરા તંત્રની કામગીરીથી મુખ્યમંત્રીએ સંતોષ માન્યો
આ બેઠક દરમિયાન વડોદરા શહેરના મેયર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદારો તબીબો મેડિકલ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરમાં કોવિડને લગતા પ્રશ્નો અંગે ચર્ચાવિચારણા કરીને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે હાઇકોર્ટની સૂચના બાદ મુખ્યમંત્રીએ વડોદરાની હોસ્પિટલોની પરિસ્થિતિની માહિતી મેળવી છે. વડોદરા તંત્રની કામગીરીથી મુખ્યમંત્રીએ સંતોષ માન્યો છે.

ભીડભાડવાળાં બજારોમાં વેપારી મંડળ સાથે મીટિંગ બાદ યોગ્ય નિર્ણય લેવાશે
મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે હાલ રાત્રિ કર્ફ્યૂનું કડકાઇથી અમલ કરાશે. ભીડભાડવાળાં સ્થળોએ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ સખત પગલાં ભરશે. હાથીખાના, મંગળબજાર જેવાં ભીડભાડવાળાં બજારોમાં વેપારી મંડળ સાથે મીટિંગ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. ખાનગી ઓફિસ, વ્યવસાય, ઉદ્યોગોમાં 50% કર્મચારી થકી કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ ઓનલાઇન કોન્ફરન્સ યોજી વડોદરા શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો(ફાઇલ તસવીર).
મુખ્યમંત્રીએ ઓનલાઇન કોન્ફરન્સ યોજી વડોદરા શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો(ફાઇલ તસવીર).

આગામી 10 દિવસમાં વધુ 1300 સરકારી બેડ ઊભાં થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત અને વડોદરાની પરિસ્થિતિ સારી છે. આગામી 10 દિવસમાં વધુ 1300 સરકારી બેડ ઊભાં થશે. કોમ્યુનિટી સ્પ્રેડમાં એકથી વધુ કેસો આવતા હોઈ, પરિણામે બેડની સંખ્યામાં વધારો કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની જરૂરિયાત પ્રમાણે નિયુક્તિ કરવા સત્તા આપી છે. 5000 રેમડેસિવિર ઇન્જેક્શન વડોદરાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યાં છે .

મેયર કહે છે, લોકોમાં રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે ગેરસમજ
વધુમાં મેયરે જણાવ્યું હતું કે લોકોમાં રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે ગેરસમજ ઊભી થઈ છે. દર્દી તથા તેમના સગાંસંબંધીઓ પોતે જ કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર રેમડેસિવિર ઇન્જેક્શનની માગ કરી રહ્યાં છે. ખરેખર ડોક્ટરની સલાહ મુજબ એ અનિવાર્ય છે તેમજ ડોક્ટરોને પણ બિનજરૂરી રેમડેસિવિર ઇન્જેક્શન અંગે પ્રિસ્ક્રિપ્શન ન લખવા સૂચના આપી છે. વડોદરા શહેર-જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેકશનની ડિમાન્ડ-સપ્લાઇ​​​ની ચેન તૂટી છે, જેને કારણે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે .ત્રણ દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો