તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અદ્યતન બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન:વાઘોડિયામાં 2.26 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બસ સ્ટેશનનું CMએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું, મંત્રીની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવીન બસ સ્ટેશનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું - Divya Bhaskar
નવીન બસ સ્ટેશનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું
  • વાઘોડિયામાં 13,365 ચો.મી. વિસ્તારમાં અદ્યતન બસ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે

વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 2.26 કરોડના ખર્ચે નિર્માણ થયેલા અદ્યતન નવીન બસ સ્ટેશનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. વાઘોડિયામાં બસ સ્ટેન્ડના લોકાર્પણ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

રાજ્યમાં રોજ 25 લાખ લોકોને એસ.ટી. સેવાનો લાભ લે છે
રાજ્યમંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 99 ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જોડાયેલા છે. 16 ડિવિઝન, 125 બસ ડેપો, 135 બસમથકો અને 1554 પીક અપ સ્ટેન્ડ તેમજ 8500 બસ દ્વારા 7500 શેડયુલ ટ્રીપથી રોજના 35 લાખ કિ.મી. બસ સંચાલનથી 25 લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ જેવા પડોશી રાજ્યો-પ્રદેશોમાં પણ ગુજરાત એસ.ટી.ની સેવાઓ ઉપલબ્ધ બનાવી છે.

વાઘોડિયામાં 13,365 ચો.મી. વિસ્તારમાં અદ્યતન બસ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે
વાઘોડિયામાં 13,365 ચો.મી. વિસ્તારમાં અદ્યતન બસ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે

રાજ્યમાં સાત સ્થળોએ એરપોર્ટ જેવા બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગરીબ પરિવારોને લગ્ન જેવા પ્રસંગોએ અન્ય વાહતુક વાહનો-ટ્રક વગેરેમાં જાન લઇને જતાં-આવતાં અકસ્માતનો ભોગ બનવાનો વારો ના આવે તે માટે આવા લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત દિવ્યાંગ, વૃદ્ધો, સામાન્ય માનવી સૌને સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે. ગામડાઓ સુધી એસ.ટી સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સાત સ્થળોએ એરપોર્ટ જેવા બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વાઘોડિયા ખાતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, અગ્રણી અશ્વિન પટેલ, કલેક્ટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બસ સ્ટેશનનો દરરોજ અંદાજે 1 હજાર જેટલા મુસાફરો લાભ લેશે
બસ સ્ટેશનનો દરરોજ અંદાજે 1 હજાર જેટલા મુસાફરો લાભ લેશે

562.46 ચોરસ મીટર જમીનમાં બાંધકામ કરવામાં આવ્યું
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વાઘોડિયામાં 13,365 ચો.મી. વિસ્તારમાં અદ્યતન બસ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે. જે પૈકી 562.46 ચોરસ મીટર જમીનમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ સહિત મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, વહીવટી ઓફિસ, કંટ્રોલરૂમ, કેન્ટીન રૂમ, પાર્સલ રૂમ, પાસ ઓફિસ, કેશ બુકિંગ ઓફિસ, સ્ટોલ કમ શોપ, ડ્રાઇવર કંડક્ટર રેસ્ટ રૂમ, મહિલા કંડકટર રેસ્ટ રૂમ સહિત મુસાફરો માટે શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વિકલાંગ વ્યક્તિઓ માટે પણ ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે.આ બસ સ્ટેશનનો દરરોજ અંદાજે 1 હજાર જેટલા મુસાફરો લાભ લેશે.

ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે
ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે

33 શિડ્યુલ દ્વારા 295 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે
એસ. ટી. વડોદરાના વિભાગીય નિયામક એસ.પી. માત્રોજાએ જણાવ્યું કે વાઘોડિયા ડેપો દ્વારા લોકલ અને એક્સપ્રેસ સહિત 33 શિડ્યુલ દ્વારા 295 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે. અહીં એક હજાર જેટલા મુસાફરો આવાગમન કરે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...