તપાસ:નિલામ્બર ગ્રૂપના પ્રકરણમાં મુખ્યમંત્રીનો તપાસનો આદેશ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન કપાતમાં ફાયદા અંગે ધારાસભ્યે રજૂઆત કરી હતી

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સૈયદ વાસણાની એક ટીપી સ્કીમમાં જમીન કપાતમાં નિલાંબર ગ્રુપને ફાયદો કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને ડભોઈના ધારાસભ્ય કરેલી રજૂઆતના પગલે મુખ્યમંત્રીએ તપાસ માટે શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અને રજૂઆત મોકલી આપી હોવાનો પત્ર ધારાસભ્યને મોકલી આપવામાં આવ્યો છે.

બિલ્ડરે પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ ભાજપ ના ધારાસભ્ય દ્વારા કરાયો હતો.ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે સૈયદ વાસણા ગામની ટીપી ન.17માં બિલ્ડર ભરત પરીખની જમીન હતી અને ટીપી 17ના નગર રચના અધિકારીની કચેરી,નગર રચના એકમ 4ના પત્ર મુજબ સૈયદ વાસણા ટીપી 17માં એફ પી 2,3/1,4/1,4/7,4/3,4/4,4/5,11/3નું મૂળ ક્ષેત્રફળ 3,55,911 ચોરસ ફૂટ અને ટીપી કપાત બાદ 3,08,668 ચોરસ ફૂટ આપવામાં આવ્યું એટલે ટીપીઓ દ્વારા સરકારના જમીન કપાત નું જે 40 %નું ધારાધોરણ છે તે સચવાયું નથી અને શું આયોજિત ષડયંત્ર કરી શકાય તે રીતે જમીનના ટૂકડા પાડી દેવામાં આવ્યા હતા અને તેના પર કપાત 40 ટકાના બદલે માત્ર તે પણ 13.27% જ થઈ હતી અને તેના કારણે 91121 ચો.ફૂટ જમીન પાલિકાને ઓછી મળી છે.

મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ ડભોઈના ધારાસભ્યને પ્રત્યુત્તર આપતા પત્રમાં જણાવ્યું છે કે વડોદરા શહેરની 21 સૈયદ વાસણા ગામની ટી.પી 17માં નિલાંબર ગ્રૂપના બિલ્ડર ને ફાયદો કરાવનાર જવાબદાર અધિકારી અને બિલ્ડર સામે કાયદેસરના પગલા લેવા બાબતનો પત્ર મળ્યો છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને મોકલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...