ઈ-સ્માર્ટ વહીવટ:કમાટીબાગ ઝૂમાં 40% જેટલી કામગીરી બાકી છતાં મુખ્યમંત્રીના હસ્તે ઉતાવળે ઇ-લોકાર્પણ કરાયું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કમાટીબાગમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 6.87 કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાણી સંગ્રહાલયમાં નવીનીકરણમાં પ્રાણીઓના નવાં મોટાં એન્કલોઝર તથા ઝૂ વેટરનરી હોસ્પિટલનો 1 ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો.

મોટા ઉપાડે કરાયેલા લોકાર્પણ વચ્ચે હજુ એન્ક્લોઝર સહિત 40 ટકા કામગીરી બાકી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે કોન્ટ્રાક્ટરેે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પ્રાણી સંગ્રહાલયના રિ ડેવલપમેન્ટની 60 ટકા જ કામગીરી પૂરી થઇ છે. બાકીની 40 ટકા કામગીરી 2021ના માર્ચ સુધીમાં પૂરી થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...