• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • CM Bhupendra Patel Declared Vadodara District 100 Per Cent Tap Water Connected, Said: By 2022, All Households In The State Will Get Tap Water.

જાહેરાત:CM ભુપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાને 100 ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો, કહ્યું: 2022 સુધીમાં રાજ્યના તમામ ઘરમાં નળ મારફતે પાણી મળશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
364 કરોડની નવીન પાંચ જુથ પાણી પુરવઠા યોજનાઓનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
364 કરોડની નવીન પાંચ જુથ પાણી પુરવઠા યોજનાઓનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
  • છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છેઃ CM
  • મુખ્યમંત્રીએ સાવલીમાં રૂ. 126 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું

વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ 211 ગામો માટે રૂ. 364 કરોડની નવીન પાંચ જુથ પાણી પુરવઠા યોજનાઓનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાઓ સાકાર થતાં 4.35 લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં પણ, વિકાસનું માધ્યમ બન્યું છે. પાણી વિતરણના સુગ્રથિત આયોજનના કારણે આજે છેવાડા ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી અને ખેડૂતોને વિવિધ સિંચાઇ યોજનાઓ થકી કૃષિ માટે પાણી પહોંચતું કર્યું છે.

491.39 કરોડના પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં
વડોદરા જિલ્લાના સાવલી ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના સાવલી ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો હતો. રાજ્યમાં 100 ટકા નલ સે જલ મેળવતા ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર પછી છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે. આ સાથે મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે કુલ રૂ. 491.39 કરોડના પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતા.

મુખ્યમંત્રીએ સાવલીમાં રૂ. 126 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રીએ સાવલીમાં રૂ. 126 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું

2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં નળ મારફત પાણી મળશે
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જલ જીવન મિશન હેઠળ વર્ષ-2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સંકલ્પને વડોદરા જિલ્લાએ 2021માં જ સાકાર કરી લીધો છે. રાજ્યના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું પાણી પહોંચાડવા વડાપ્રધાનના સંકલ્પને વર્ષ-2022 સુધીમાં પરિપૂર્ણ થઇ જાય એ નિર્ધાર સાથે ગુજરાતમાં આ યોજનાની કામગીરી ત્વરાથી થઇ રહી છે.

ઘર ઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચ્યા છે
ભૂતકાળમાં પાણી સરળતાથી ઉ૫લબ્ધ હોય તેવા વિસ્તારોમાં માનવ વસાહતો સ્થપાતી હતી અને જળાશયો કે નદીઓની આસપાસ સંસ્કૃતિ વિકસી હતી. પરંતુ, આપણે જાણીએ છીએ કે પાણી માટે ગુજરાતે લાંબા સમય સુધી પાણીની તંગી ભોગવી છે. પાણીના સુલભ સ્ત્રોતના અભાવે મહિલાઓને ખાસ પરેશાની વેઠવી પડતી હતી. પણ, હવે પાણી પુરવઠાના લાંબાગાળાના આયોજનના કારણે ઘર ઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છેઃ CM
છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છેઃ CM

પાણીનું મહત્વ સમજી તેનો બગાડ ના કરવા તેમણે અનુરોધ કર્યો
કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની હિમાયત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાણીનું મૂલ્ય સમજી તેના એકએક ટીપાનો સદ્દઉપયોગ કરવો જોઇએ. પાણીને પ્રભુના પ્રસાદની જેમ વાપરવું જોઇએ. આપણે જાણીએ છીએ કે, દુનિયા ઉપર ક્લાઇમેટ ચેન્જના ગંભીર પરિણામો મંડરાઇ રહ્યા છે. નળમાંથી ટીપેટીપે ટપકતા પાણીથી વર્ષે ૩૬ હજાર લિટર પાણીનો વ્યય થાય છે. આવા વ્યયને અટકાવી, પાણીનું મહત્વ સમજી તેનો બગાડ ના કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વડોદરા જિલ્લો છઠ્ઠો છે
પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, પાણીને જળશક્તિ તરીકે પ્રસ્થાપિત કરીને નરેન્દ્રએ દેશમાં 100 ટકા નલ સે જલ હર ઘર જલનો સંકલ્પ કર્યો છે. 100 ટકા નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વડોદરા જિલ્લો છઠ્ઠો છે. રાજ્યમાં 100 ટકા “નલ સે જલ” મેળવતા ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર જિલ્લા પછી છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે.

પાણી પુરવઠાના લાંબાગાળાના આયોજનના કારણે ઘર ઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચ્યા છે
પાણી પુરવઠાના લાંબાગાળાના આયોજનના કારણે ઘર ઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચ્યા છે

126 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામમાં આવેલી મહી નદીમાં કૂવાના સ્ત્રોત આધારિત રૂ.126.59 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે.

અન્ય સમાચારો પણ છે...